Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

અમદાવાદ : ડિસેમ્બરમાં ૧૨ લોકોનુ પડતુ મુકીને આપઘાત

સાબરમતી નદીમાં પડતુ મુકીને આપઘાત કરાયાઃ એક પુરૂષ અને ચાર મહિલાને બચાવવામાં સફળતા મળી

અમદાવાદ, તા.૧, અમદાવાદ શહેરમાં  નદીમાં પડતુ મુકીને આપઘાત કરવાના બનાવોને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં આ પ્રકારના બનાવો બની રહ્યા છે. આંકડા પરથી આ બાબત સ્પષ્ટ થઇ જાય છે. વીતેલા વર્ષ-૨૦૧૭ના અંતિમ ડિસેમ્બર માસની અંદર કુલ મળીને ૧૨ લોકો દ્વારા સાબરમતી નદીમાં પડતુ મુકીને આત્મહત્યા કરવામા આવી છે દરમિયાન ૧ પુરુષ અને ૪ મહિલાને આત્મહત્યાનો પ્રયાસ કરતી વખતે બચાવી લેવામાં આવ્યા છે.આ અંગે મળતી માહિતી અનુસાર,છેલ્લા કેટલાક વર્ષોથી લોકોની બદલાયેલી લાઈફ સ્ટાઈલ,વધતી જતી મોંઘવારી,બેરોજગારી,પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા અને ઘર કંકાસ સહિતના અન્ય કારણોસર લોકોમાં વધતી જતી હતાશાને કારણે આત્મહત્યાના બનાવોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધતુ જઈ રહ્યુ છે.જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયરબ્રિગેડ એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા શહેરના આશ્રમરોડ પર આવેલા વલ્લભસદન પાસે રેસ્કયુ કામગીરી માટે બે ટીમ તૈનાત રાખવામાં આવે છે. આ ટીમ તરફથી મળતી માહિતી અનુસાર,ડિસેમ્બર માસમાં ૧૨ પુરુષો દ્વારા શહેરના અલગ અલગ બ્રિજ પરથી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરવામાં આવી છે.જ્યારે ૧ પુરુષ અને ૪ મહિલાઓને આત્મહત્યાના કરવામા આવેલા પ્રયાસ સમયે સમયસર પહોંચી જઈને જીવીત બચાવી લેવામા આવ્યા હતા આ સમયગાળામા ટીમને એક તાજા જન્મેલા બાળકનુ નદીમાં ફેંકી દેવામાં આવેલુ ભ્રૃણ પણ મળી આવ્યું હતુ. અમદાવાદ પોલીસ દ્વારા પણ પગલા લેવામાં આવ્યા  છે.

 

(9:41 pm IST)