Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

ખેડા હાઈવે ઉપરથી રૂ. ૧૯ લાખનો દારૂ જપ્ત

વડોદરા, તા. ૧ :. રાજયમાં દારૂબંધી હોવાછતાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે હવે ખેડાના સેવાલીયામાં પોલીસે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે.

પોલીસે ૧૯ લાખ ૫૩ હજારથી વધુનો દારૂ ઝડપી પાડયો છે. દારૂના જથ્થા સાથે પોલીસે રાજસ્થાનના ૨ શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે.

મહત્વનું છે પોલીસને બાતમી મળી હતી તેના આધારે પોલીસે વોચ ગોઠવીને દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પોલીસને પોતાના સુત્રો પાસેથી મળી મોટાં જથ્થામાં દારૂ ગુજરાતમાં પ્રવેશતો હોવાની બાતમી મળતા પોલીસે ખેડા પાસે વોચ ગોઠવી હતી અને મુખ્યમાર્ગ પર અવર-જવર કરતાં વાહનોની તપાસણી કરાતાં એક ટ્રક શંકાસ્પદ હાલતમાં દેખાતાં તેને અટકાવવામાં આવી હતી.

આ ટ્રકની તપાસ હાથ ધરાતાં આશરે ૧૯ લાખનો દારૂનો જથ્થો હોવાનું માલૂમ પડતાં ૨ લોકોની ધરપકડ કરીને આ દારૂ કોનાં કહેવાથી ગુજરાતમાં લવાતો હતો તે અંગે પુછ-પરછ હાથ ધરી હતી.(૨-૨૬)

(4:44 pm IST)