Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ક્રૂડતેલ સસ્તું છતાં પેટ્રોલ - ડીઝલ મોંઘાઃ ગ્રાહકોના ખિસ્સામાંથી સરકારે ૧૨,૫૧૧ કરોડ ખંખેરી લીધા

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પર ૨૦ ટકાનો વેરોઃસીએનજી-પીએનજીમાં ૧૫ ટકા વેટ

રાજકોટ, તા.૨૩ : વૈશ્વિક માર્કેટમાં ક્રુડ તેલ સસ્તુ હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ સતત વધી રહ્યા છે. જોકે ઇંધણના ભાવ ઘટાડવા માટે સરકારે કવાયત શરૂ કરી હોવાનું કહેવાય છે. કેન્દ્ર સરકાર રાજયોને પેટ્રોલ અને ડિઝલ પર વેટ ઘટાડવા જણાવી રહી છે. વેટ રાજયોના અધિકારમાં છે. અનેક રાજયોએ પેટ્રોલ પર ૩પ ટકા વેટ રાખ્યો છે. સરેરાશ રાજયોમાં પેટ્રોલ પર રપ થી ૩પ ટકા અને ડિઝલ પર ૧ર થી રપ ટકા વેટ રાખવામાં આવેલ છે.

ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલ પર ૨૦ ટકાનો વેરો અને સીએનજી અને પીએનજીમાં ૧૫ ટકા વેટ લાગુ કર્યો છે. વર્ષ ૨૦૧૬-૧૭માં સરકારને વેટ, સીએસટી અને સેસની મળી ૩,૪૫૫ કરોડની પેટ્રોલમાંથી ડિઝલમાંથી ૭,૬૯૦ કરોડ, સીએનજીમાંથી ૪૪૦ કરોડ અને પીએનજીમાંથી ૯૨૫ કરોડની આવક થઇ છે. આમ સરકારે પ્રજાના ખિસ્સામાંથી ૧૨,૫૧૧ કરોડ રૂપિયા સેરવી લીધા છે.

વર્ષ ૨૦૧૬-૧૭માં પેટ્રોલિયમ ક્ષેત્રએ ૮૧ બિલિયન ડોલરનું યોગદાન કર્યું છે. જે કેન્દ્ર અને રાજયોના કુલ આવકનો ૧/૩ ભાગ છે. ભારત નવેમ્બર ૨૦૧૪થી જાન્યુઆરી ૨૦૧૬ સુધી ૯ વખત એકસાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવી ચુકયો છે.

(10:07 am IST)