Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

મેઇઝુના એમ-૬ એસ સ્માર્ટફોનના બે વર્ઝન લોન્ચઃ કી.૯૯૦૦ અને ૧૧૯૦૦

રાજકોટ, તા.૨૩ : મેઇઝુએ પોતાનો સ્માર્ટફોન મેઇઝુ એમ ૬ એસ લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનને ૩ જીબી રેમ અને ૪ જીબી રેમ એમ બે વર્ઝનમાં લોન્ચ કર્યો છે. આ ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અપાયું છે. ફોનમાં ૫.૭ ઇંચની ૧૮:૯ એસ્પેકટ રેશિયોવાળી સ્ક્રીન છે. જમણી તરફ એમ ટચ ફિંગરપ્રિન્ટ સેન્સર છે.

આ ફોનમાં ૩ જીબી રેમ અને ૩૨ જીબી સ્ટોરેજ તેમજ ૪ જીબી રેમ અને  ૬૪ જીબી સ્ટોરેજ એમ બે વર્ઝન લોન્ચ કરાયા છેે. 4G VoLTE કનેકિટવિટી સાથે ગ્રાફિકસ માટે Mali-G71 જીપીયુ છે. આ સ્માર્ટફોનમાં ૩૦૦૦ એમએએચની બેટરી છે. શેમ્પેઇન ગોલ્ડ, કોબાલ્ટ બ્લૂ, મેટ બ્લેક અને મૂન લાઇટ કલર્સમાં મળશે. ફોનની કિંમત બે વર્ઝનમાં ક્રમશઃઅંદાજે ૯,૯૦૦ રૂપિયા અને અંદાજે ૧૧,૯૦૦ રૂપિયા રાખી છે.

(9:45 am IST)