Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

વર્ષ ૨૦૧૭માં સોનાની આયાત ૮૪૬ ટને પહોંચીઃ ગતવર્ષ કરતા ૫૩ ટકાનો વધારો

દેશમાં પ્રોત્સાહક ચોમાસાથી ગ્રામીણ માંગ સારી

રાજકોટ, તા.૨૨ : વર્ષ ૨૦૧૭માં સોનાની આયાતમાં ૫૩ ટકાનો વધારો થયો છે અને કુલ આયાત ૮૪૬ ટને પહોંચી હોવાનો અહેવાલ એમએમટીસી (મેટલ એન્ડ મિનરલ ટ્રેડિંગ કોર્પોરેશન) અને તેની સહયોગી કંપનીએ આપ્યો છે. વર્ષ ૨૦૧૬માં સોનાની આયાત ૫૫૦ ટન થી હતી. જયારે વર્ષ ૨૦૧૭માં સોનાની આયાત ૮૪૬ ટન થઇ છે. આમ ગયા વર્ષની તુલાનાએ આયાતમાં ૫૩ ટકાનો વધારો થયો છે.

વર્ષ ૨૦૧૭માં પ્રોત્સાહક ચોમાસાને કારણે ગ્રામીણ માંગમાં વધારો થયો છે. વર્ષના પ્રથમ બે કવાર્ટર અને છેલ્લા કવાર્ટરમાં સોનાની આયાતમાં વધારો જોવાયો હતો. જોકે ત્રીજા કવાર્ટરમાં જીએસટીને કારણે સોનાની માંગમાં ઘટાડો થયો હતો અને છેલ્લે ડિસેમ્બરમાં સોનાની આયાતમાં પોણા ત્રણ ગણો ઉછાળો નોંધાયો હતો.

(9:21 am IST)