Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

નવા ઘઉંની આવક પૂર્વે વાયદો એક વર્ષની ટોચે

નવી સીઝન પહેલા માર્ચ વાયદો ૧૮૦૦ના સ્તરેઃ દિલ્હીમાં ભાવ ૨૦૦૦ની સપાટીએ પહોંચ્યોઃ એક મહિનામાં ૯ ટકાનો ઉછાળો

રાજકોટ, તા.૨૧ : દેશમાં નવા ઘઉંની આવક પહેલા ભાવમાં તેજીનો માહોલ જોવાઈ રહયો છે. વાયદો એક વર્ષની ટોચે પહોંચ્યો છે. નવી સિઝન શરૂ થતાં પહેલાં ઘઉંની કિંમતોમાં તેજી જોવા મળી છે. માર્ચના વાયદાના ભાવ ૧૮૦૦ રૂપિયાના સ્તરે પહોંચી ગયાં હતા. ચાલુ મહિનામાં ઘઉંના ભાવમાં અંદાજે ૮ ટકાનો ઉછાળો નોંધાયો છે.

રાજયમાં નવા ઘઉંની આવક માર્યાદિત છે. સમગ્ર ગુજરાતમાં રોજની ૨૦ હજાર ગુણી આવક થતી હોવાનું મનાય છે. આગામી દિવસોમાં ઘઉંની આવક વધવાની ધારણા છે. ભાવમાં મક્કમ વલણ જોવાઈ રહ્યું છે.

રાજધાની દિલ્હીમાં ઘઉંના ભાવ ૨ હજાર ઉપર પહોંચી ગયાં હતા. બીજીતરફ સરકારે એપ્રિલથી શરૂ થનારા નવી સિઝન માટે ૧૩૭૫ રૂપિયા પ્રતિ કિવન્ટલ લઘુતમ ભાવ નક્કી કર્યા છે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં કમોસમી વરસાદના કારણે ઘઉંના ઉભા પાકને અસર થયાની આશંકા છે. મધ્યપ્રદેશના અંદાજે ૬૦૦ ગામમાં ઘઉંના પાકને નુકશાન પહોંચ્યું છે. આ પહેલાં ઘઉંની ખેતી અંદાજે ૫ ટકા જેટલી ઓછી થઈ હતી. આ સંજોગોમાં ઘઉંની કિંમતોને ચારે બાજુથી સપોર્ટ મળી રહ્યો છે.

(9:34 am IST)