Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

નવી સીઝનમાં ઘઉંની ૩.૨૦ કરોડ ટન ખરીદીનો સરકારે લક્ષ્યાંક નક્કી કર્યો

પંજાબમાંથી સૌથી વધુ ૧.૧૯ કરોડ ટન ખરીદાશે

રાજકોટ, તા.૨૦ : દેશમાં ચાલુ વર્ષે ઘઉંનું ઉત્પાદન વધવાના સરકારી અંદાજ વચ્ચે એપ્રિલથી શરૂ થનારી ૨૦૧૮-૧૯ની સીઝનમાં ખેડૂતો પાસેથી ૩.૨૦ કરોડ ટન ઘઉં ખરીદવાનો સરકારે લક્ષ્યાંક રાખ્યો છે.

કેન્દ્રીય ફૂડ સેક્રેટરીના વડપણ હેઠળ મળેલી બેઠક બાદ ખાદ્ય માતરળયે આ લક્ષ્યાંક નક્કી કર્યો છે.

રાજયોના સચિવો સાથેની બેઠક બાદ નક્કી કરાયા મુજબ પંજાબમાંથી ૧.૧૯ કરોડ ટન, હરિયાણામાંથી ૭૪ લાખ ટન તથા મધ્ય પ્રદેશમાંથી ૬૭ લાખ ટન ઘઉં ખરીદાશે. ઉત્તર પ્રદેશના ખેડૂતો પાસેથી ૩૭ લાખ ટન ઘઉંની ખરીદી કરવામાં આવી હતી.  જયારે આ વર્ષે ખરીદી ટાર્ગેટ ૪૦ લાખ ટન મુકાયો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.

(9:34 am IST)