Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

વૈશ્વિક સ્તરે ઉત્પાદન વધતા ૫૫ લાખ ટન ખાંડનો સરપ્લસ પુરવઠો રહેવાની ધારણા

ઉત્પાદનમાં વધારો થતા ભાવ નીચા રહે તેવી આગાહી

રાજકોટ, તા.૨૦ : ભારત સહિત વિશ્વના દેશોમાં ખાંડનું ઉત્પાદન વધતા ૫૫ લાખ ટનનો સરપ્લસ સ્ટોક રહેવાની ધારણા વ્યકત કરાઈ છે. ગ્રીન પુલ કંપની મુજબ વિશ્વમાં સતત બે વર્ષ ખાંડની ખાદ્ય રહ્યાં બાદ હવે સરપ્લસ સ્ટોક રહેશે. વિશ્વમાં વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ચીન, થાઈલેન્ડ, યુરોપિયન યુનિયન અને ભારતમાં ઉત્પાદનમા વધારો થતા સરપ્લસ સ્ટોક ૫૫ લાખ ટનનો રહેશે.

દરમિયાન બ્રાઝિલમાં શેરડીમાંથી ઇથેનોલ બનાવવામાં આવે તો ચાર થી પાંચ સેન્ટનો ફાયદો થાય તેમ છે. બ્રાઝિલમાં ખાંડનું ઉત્પાદન ચાલુ વર્ષે ઘટીને ૩૨૦ લાખ ટન થવાનો અંદાજ છે. શેરડીના ઉત્પાદનમાંથી ૪૨.૫ ટકા ખાંડ બનાવવા માટે અને ૫૭.૫ ટકા ખાંડનો ઇથેનોલ બનાવ માટે વપરાશ થશે.

બીજીતરફ વિશ્વ બજારમાં ખાંડની પડતર કિંમત ૧૪ થી ૧૬ સેન્ટ આસપાસ છે. જયારે ભાવ નીચા ચાલે છે. પરિણામે મોટી મંદીની શકયતા નહિવત છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં બ્રાઝીલ પછી ખાંડના ઉત્પાદનમાં ભારતનો નંબર આવે છે. ભારતમાં ચાલુ વર્ષે ખાંડનું ઉત્પાદન વધીને ૨૬૧ લાખ ટન થવાની ધારણા છે.

(9:33 am IST)