Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

વૈશ્વિક ઘઉંનો વાયદો એક મહિનાના તળિયેઃ ઘર આંગણે ભાવમાં સ્થિરતા

શિકાગો બેન્ચમાર્ક વાયદો ઘટીને ૪.૧૭ ડોલરે સરકયો

રાજકોટ, તા.૧૯ : વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવમાં સતત ઘટાડો થઇ રહયો છે. શિકાગો ખાતે ત્રીજા દિવસે પણ ઘટાડો થતા ભાવ એક મહિનાના તળિયે સરકયા હતા. શિકાગો ખાતે બેન્ચમાર્ક ઘઉં વાયદો ૦.૭ ટકા ઘટીને ૪.૧૭ ડોલરની સપાટીએ ગગડતા છલ્લે ૨૦ ડિસેમ્બર બાદ સૌથી નીચા મથાળે જોવાયો હતો.બીજીતરફ ઘર આંગણે ભાવમાં સાંકડી વધઘટે એકંદરે ભાવમાં સ્થિરતા જોવા મળે છે. જોકે ઘરાકીનો અભાવ છે અને વેપાર પાંખા છે. નવા ઘઉંની આવક આવતા મહિનાથી શરૂ થવાની ધારણા છે.

(9:32 am IST)