Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

બાજરીમાં ઠંડી ઘટતા રૂંધાતી માંગ લેવાલીના અભાવે અથડાતા ભાવ

લેવાલી અટકતા ભાવ નીચાઃ આવક પણ ઓછી

રાજકોટ, તા.૧૯ : બાજરીમાં લેવાલીના અભાવે ભાવ નીચી સપાટીએ અથડાઈ રહ્યાં છે. ઠંડી ઘટતા માંગ સાવ ઘટી જવા પામી છે. બાજરીમાં ઘરાકી નહિવત છે અને આવક પણ પ્રમાણમાં ઓછી છે. ઘટતી આવક વચ્ચે સાંકડી વધઘટે ભાવ અથડાયા કરે છે.

વેપારીઓના માનવા મુજબ લેવાલી પણ પ્રમાણમાં ઓછી હોવાથી ભાવમાં કોઈ મોટો સુધારો દેખાતો નથી. બાજરીના ભાવ ૨૦ કિલોના ૨૪૦ થી ૨૬૦ વચ્ચે બોલાય છે. જયારે સારી કવોલિટીના ડીસા બાજુ ૨૮૦ના ભાવ બોલાય છે. આગામી દિવસોમાં માંગના આધારે ભાવની વધઘટ નિર્ભર રહેશે. તેમ વેપારીઓ જણાવી રહ્યાં છે.

(9:33 am IST)