Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ડોલરમાં ચાર દિવસની એકધારી મંદીને બ્રેક લાગતા સોના-ચાંદીમાં પ્રોફિટ બુકીંગ

દાઓસની બેઠકમાં ટ્રમ્પની ફોરેન પોલિસી પર બજારની મીટ

રાજકોટ, તા.૧૯ : અમેરિકી ડોલરમાં ચોતરફથી દબાણ વધતા ચાર દિવસની એકધારી મંદીને બ્રેક લાગતા સોનામાં પ્રોફિટ બુકીંગ જોવાતું હોવાનું મનાય છે. ડૉલરમાં આવેલી નરમાશથી સોનામાં તેજી દેખાઈ રહી હતી. જોકે હાલમાં સોનાની કિંમત ૧૩૪૦ ડૉલરની નીચે પહોંચી છે, જયારે સ્થાનિક બજારમાં પણ સોનામાં નરમાશ જોવા મળી રહી છે.

સોના સાથે ચાંદીમાં પણ દબાણ જોવાઈ રહયું છે. ચાંદીના વાયદામાં નરમાશ સાથેનો કારોબાર થતો જોવા મળી રહ્યો છે. જયારે વૈશ્વિક બજારમાં ચાંદીમાં ૧૭ ડૉલરની ઉપર કારોબાર થતો દેખાઈ રહ્યો છે.

(9:22 am IST)