Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ડિસેમ્બરમાં સોનાની આયાતમાં પોણા ત્રણ ગણો વધારોઃ જાન્યુઆરીમાં ઘટવાનો અંદાજ

ડિસે. માં વેલ્યુ પ્રમાણે આયાત ૭૧ ટકા વધીને ૩.૩૯ અબજ ડોલરે પહોંચી

રાજકોટ, તા.૧૯ : ડિસેમ્બરમાં સોનાની આયાતમાં જબરો વધારો થયો હતો. ગયા વર્ષના ડિસેમ્બરની તુલનાએ સોનાની આયાતમાં પોણા ત્રણ ગણો ઉછાળો નોંધાયો હતો. જોકે વેલ્યુની દ્રષ્ટિએ આયાતમાં ૭૧ ટકાનો વધારો થયો હતો. મિનિસ્ટ્રી ઓફ કોમર્સના ડેટા મુજબ ડિસેમ્બરમાં સોનાની આયાત ૩.૩૯ અબજ ડોલરે પહોંચી હતી. જે ગયા વર્ષ કરતા ૭૧ ટકા વધુ હતી. જયારે જથ્થાની દ્રષ્ટિએ સોનાની આયાત ૮૧ ટન થઈ હતી. જે ગયા વર્ષના ડિસેમ્બરમાં ૩૦ ટન થઇ હતી.

ડિસેમ્બરમાં સોનાની જબરી આયાત બાદ જાન્યુઆરીમાં સોનાની આયાતમાં ઘટાડો થવાનો અંદાજ વ્યકત થઇ રહયો છે. હાલમાં લગ્નગાળાની કમી અને ફેબ્રુઆરીમાં રજૂ થનાર બજેટમાં સોનાની આયાત ડ્યુટીમાં ઘટાડો થવાની ધારણાએ આયાત ઘટવાનું મનાય છે. બીજીતરફ ડિસેમ્બરમાં સોનાના ભાવમાં વધારો થયો હોવાથી સોનાની ખરીદી ઘટીછે.

(9:21 am IST)