Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ખરીફ સીઝનમાં ખેતપેદાશોના ઉત્પાદનમાં અને બીજા કવાર્ટરમાં કૃષિક્ષેત્રે જીડીપીમાં મોટો ઘટાડો

સામાન્ય બજેટમાં કૃષિને પ્રથમ અગ્રતાક્રમ આપવો જોઈએ : એસોચેમ

રાજકોટ, તા.૧૩ : દેશની અગ્રણી વાણિજય અને ઉધોગ સંસ્થા એસોસિયેટ ચેમ્બર ઓફ કોમર્સ (એસોચેમ )એ ખરીફ સીઝનમાં ખેતપેદાશોના ઉત્પાદનમાં મોટો ઘટાડો થયાનું જણાવી બીજા ત્રિમાસિકગાળામાં કૃષિ ક્ષેત્રના જીડીપીમાં મોટો ઘટાડો થયાનું કહીને સામાન્ય બજેટમાં કૃષિક્ષેત્રે પ્રથમ અગ્રતાક્રમ આપવો જોઈએ તેવી માંગ કરી છે.

કૃષિક્ષેત્રનો ગરોશ વેલ્યુ એડિશન જુલાઈથી સપ્ટેમ્બર દરમાઈયં ઘટીને ૧.૭ ટકાનો રહ્યો છે જે ગતવર્ષે ૪.૧ ટકા હતો. ચાલુ વર્ષે બીજા કવર્ટરમાં અનાજ-કઠોળના ઉત્પાદનમાં ૨.૮ ટકાનો ઘટાડો થયો છે. જે ગયા વર્ષે ૧૦.૭ ટકાનો ગ્રોથ હતો.

એસોચેમના જનરલ સેક્રેટરી ડી.એસ. રાવતે કહ્યું કે, કૃષિક્ષેત્રના જીડીપીમાં ૫૦ ટકાથી વધુ હિસ્સો પશુપાલણ અને ફોરેસ્ટ ક્ષેત્રનો છે. નાણામંત્રીએ આ સેકટરમાં ધ્યાન આપવાની જરૂર છે. રાવતે એમ પણ જણાવ્યું હતું કે, સમગ્ર કૃષિક્ષેત્રની વેલ્યુ ચેનમાં સુધારો નહિ કરવામાં આવે તો ગ્રામીણ રોજગારીમાં કોઈ સુધારો જોવાશે નહિ. સરકાર તાકીદે કોઈ પગલાં નહિ ભારે તો મોટી અસર થશે. એસોચેમે એવું પણ કહ્યું છે કે, ચાલુ રવિ સીઝનમાં ખેડૂતોને તમામ મદદ અને ખેડૂતોને ખાતર, બિયારણ, કૃષિ સાધનો અને અન્ય મદદ પહોંચે તે જરૂરી છે.

 

(9:41 am IST)