Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

યુએસમાં ભંડાર વધતા ક્રૂડમાં ઘટાડાનો દોર છ માસમાં ભાવ ૮૦ ડોલરે આંબશેઃ ગોલ્ડમેન

રાજકોટ, તા.૬ : છેલ્લા પખાવડીયાની ક્રુડતેલમાં જોવાયેલી તેજીએ થાક ખાધો છે. છેલ્લા કેટલાય દિવસોથી ક્રૂડતેલના ભાવમાં નરમાઇ જોવાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટના ભાવ ૬૮ ડૉલર પ્રતિબેરલની નીચે પહોંચી ગયા છે.

જાણકારોના માનવા મુજબ યુએસમાં ભંડાર વધતાં ક્રૂડના ભાવમાં તેજી અટકી છે અને શરૂ થયેલો ભાવમાં ઘટાડો યથાવત છે. સ્થાનિક બજારમાં પણ ક્રૂડમાં નરમાઈ જોવા મળે છે. બીજીતરફ ગ્લોબલ એજન્સી ગોલ્ડમૅન સૅકસે ટૂંકાગાળાના ક્રૂડના અનુમાનમાં વધારો કર્યો છે. તેમના મતે આવનારા છ મહિનામાં ક્રૂડ ૮૦ ડૉલર પ્રતિબેરલને પાર પહોંચી શકે એમ છે.

(10:00 am IST)