Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ચાલુ સીઝનમાં ઉત્પાદન વધવાના અંદાજે ખાંડના ભાવ ૧૫ ટકા ઘટયા

રાજકોટ, તા.૫ : ચાલુ વર્ષે ખાંડનું ઉત્પાદન વધવાના અંદાજે ઓકટોબરમાં શરૂ થયેલી ખાંડની સિઝનથી અત્યાર સુધીમાં ભાવમાં ૧૫ ટકાનો ઘટાડો થયો છે. ચાલુ સીઝન ઓકટોબરથી સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન ખાંડનું કુલ ઉત્પાદન ૨.૭ કરોડ ટન થવાની ધારણા છે. ભારતીય સુગર મીલ એસો.(ઈસ્મા)એ પણ આ વર્ષે સીઝનમાં ઉત્પાદનનો ૧૦ લાખ ટન વધારીને ૨.૬૧ કરોડ ટન થવાનો અંદાજ વ્યકત કર્યો છે.

(11:50 am IST)