Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

સફેદ ડુંગળીના ભાવમાં ઝડપથી ઘટાડો મહુવામાં મણે ૧૦૦ તૂટ્યાઃ વધતી આવક

રાજકોટ, તા.૨ : ડુંગળીના ભાવમાં નરમાઇ જોવાઈ રહી છે. હોલસેલ ભાવમાં ઘટાડો થતા છુટાકભાવમાં પણ રાહત મળવાની આશા જાગી છે. હાલમાં સફેદ ડુંગળીના ભાવમાં ઘટાડો જોવાઈ રહયો છે.

મહુવા છેલ્લા બે ચાર દિવસમાં મણે ૧૦૦ રૂપિયા સુધીનો ઘટાડો જોવાયો છે. મહુવામાં ડુંગળીની આવક વધીને ૬૦ હજાર કટ્ટાએ પહોંચી છે. ભાવ લાલ ડુંગળીના ૨૦ કિલોએ ૧૫૦ થી ૪૭૦ હતા. જેમાં નરમાઇ તરફી માહોલ છે. સફેદ ડુંગળીના ભાવ ૧૨૦ થી ૩૫૦ સુધી બોલાય છે. છેલ્લા બે ચાર દિવસમાં બંનેમાં ૫૦ થી ૧૦૦નો ઘટાડો થઇ ચુકયો છે.

(10:14 am IST)