Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

ડાન્સ યોર સ્ટાઈલમાં વાકેર શ્રીલક્ષ્મી પરફોર્મન્સ આપશે

વૈશ્વિક સ્ટ્રીટ ડાન્સ ઈવેન્ટ સિરીઝ દેશમાં યોજાશે : ગયા વર્ષે રેડ બુલ ડાન્સ યોર સ્ટાઈલ ડિજિટલ બની વિશ્વમાં પહેલીવાર સ્ટ્રીટડાન્સ સ્પર્ધા ટિકટોક પર યોજાઈ

મુંબઈ, તા.૩૦ : અજોડ ફોર્મેટ સાથેની વૈશ્વિક સ્ટ્રીટ ડાન્સ ઈવેન્ટ સિરીઝ રેડ બુલ ડાન્સ યોર સ્ટાઈલ વર્ષે પહેલી વાર ભારતમાં આવી રહી છે. દુનિયાભરના ૩૦ દેશમાં લગભગ ૯૦ ઈવેન્ટ્સ સાથે રેડ બુલ ડાન્સ યોર સ્ટાઈલ અજોડ વળાંક સાથેની અસલ વૈશ્વિક ઈવેન્ટ છે, જ્યાં ટોળું જજ છે. વિવિધ સ્ટ્રીટ ડાન્સ સ્ટાઈલ્સના ડાન્સરો તાજેતરના વૈશ્વિક હિટ્સથી ક્લાસિક બીટ્સ સુધીની શ્રેણીનાં અણધાર્યાં મુખ્ય પ્રવાહનાં ગીતો પર સામસામે જંગમાં સ્પર્ધા કરશે અને ટોળું અજોડ વોટિંગ યંત્રણા થકી કોણ વિજેતા તરીકે ઊભરી આવશે તે નક્કી કરશે.

દેશભરના ૧૫૦૦થી વધુ ડાન્સરોના સહભાગીતા સાથેના સંપૂર્ણ ડિજિટલ ક્વોલિફાઈંગ રાઉન્ડ પછી સૌપ્રથમ રેડ બુલ ડાન્સ યોર સ્ટાઈલ ઈન્ડિયા એડિશન માટે ટોપ ૧૬ ફાઈનલિસ્ટોની હિપ- હોપ ડાન્સર ડાયબ્લો, પોપર કાઈટ અને ડાન્સર તથા કોરિયોગ્રાફર એન્ટોઈનેટ ગોમિસની પેનલ દ્વારા પસંદગી કરવામાં આવશે.

ટોપ ૧૬ દેશનાં નવ શહેરમાં સ્પર્ધકો છે, જેઓ સૌપ્રથમ રાષ્ટ્રીય ચેમ્પિયન બનવા અને ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં વર્લ્ડ ફાઈનલ ખાતે દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે હવે ૧૬ ઓક્ટોબરે રેડ બુલ ડાન્સ યોર સ્ટાઈલ ઈન્ડિયા ફાઈનલમાં સ્પર્ધા કરશે. જેમાં અમદાવાદની વાકેર શ્રીલક્ષ્મી મુરલીધરન તેનું પર્ફોરમન્સ કરશે.

૨૦૧૯માં પેરિસમાં ઐતિહાસિક ગ્રાન્ડ હેલ લા વિલે ખાતે ફ્રાન્સે સૌપ્રથમ રેડ બુલ ડાન્સ યોર સ્ટાઈલ વર્લ્ડ ફાઈનલનું આયોજન કર્યું હતું, જેમાં દુનિયાભરમાંથી લગભગ ૪૦૦૦ લોકોએ હાજરી આપી હતી અને લગભગ . મિલિયન દર્શકોએ શો માણ્યો હતો, જેમાં ઉત્તમ ૩૯ ડાન્સરમાંથી ડચ ડાન્સર શિમશેન પ્રથમ વર્લ્ડ ચેમ્પિયન નીવડ્યો હતો.

ગયા વર્ષે રેડ બુલ ડાન્સ યોર સ્ટાઈલ ડિજિટલ બની હતી, જેમાં દુનિયામાં પહેલી વાર સ્ટ્રીટડાન્સ સ્પર્ધા સંપૂર્ણ ટિકટોક પર યોજાઈ હતી. સપ્તાહની ઈવેન્ટમાં ૪૭ દેશમાંથી લગભગ ૧૫૦૦ ડાન્સરોએ ભાગ લીધો હતો, જેમાં બ્રિટન કિરન લાઈ વિજેતા સાબિત થયો હતો.

(7:18 pm IST)