Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

પ્રભાસ અને પૂજા હેગડેની આગામી ફિલ્મ રાધે શ્યામનું નવું પોસ્ટર રિલીઝ

મુંબઈ: સાઉથ અને પાન ઇન્ડિયાના સૌથી મોટા સુપરસ્ટાર પ્રભાસ અને પ્રખ્યાત અભિનેત્રી પૂજા હેગડેની આગામી ફિલ્મ રાધે શ્યામનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. નવું પોસ્ટર દર્શકોને ખૂબ પસંદ આવ્યું છે. પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી રાધે શ્યામનું નવું પોસ્ટર શેર કરતી વખતે, ફિલ્મના નિર્દેશક રાધા કૃષ્ણ કુમારે લખ્યું કે, ફિલ્મ રાધે શ્યામનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. શેર કરવામાં આવેલા આ નવા પોસ્ટરમાં પ્રભાસ પૂજા સાથે પિયાનો પાસે ઉભો છે. પ્રભાસે કાળા રંગનો ટક્સેડો પહેર્યો છે અને પૂજાએ મોરના પીંછા સાથે વાદળી રંગનો ઝભ્ભો પહેર્યો છે. આ નવા પોસ્ટરમાં બંને કલાકારો ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

(5:40 pm IST)