Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

શ્વેતા તિવારીની તબિયત અચાનક બગડતા હોસ્પિટલમાં દાખલ

મુંબઈ: પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી આજકાલ તેના પ્રોજેક્ટ્સમાં ખૂબ વ્યસ્ત છે. તે તાજેતરમાં 'ખતરોં કે ખિલાડી 11' માં જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રીના સ્વાસ્થ્યને લઈને ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર  અભિનેત્રીની તબિયત અચાનક બગડવાના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. જે બાદ તપાસમાં બહાર આવ્યું છે કે તેની બગડતી તબિયત પાછળનું કારણ શું છે. શ્વેતા તિવારી વિશે આ સમાચાર સામે આવ્યા બાદ, ચાહકો તેની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

(5:39 pm IST)