Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

માધુરી દીક્ષીતનાં મફત ઓનલાઇન ગરબા કલાસ

મુંબઇ, તા., ૩૦: બોલીવુડ અભિનેત્રી  માધુરી દીક્ષીતે સ્થાપેલી ઓનલાઇન ડાન્સ એકેડેમીએ આગામી નવરાત્રી ઉત્સવની ઉજવણી કરવા મફત ગરબા વર્ગો યોજવાની જાહેરાત કરી છે. માધુરીની 'ડાન્સ વિથ માધુરી એકેડેમી' આ મફત ગરબા વર્ગોનું ઓનલાઇન આયોજન કરશે. તાલીમાર્થીઓને શ્રેષ્ઠ કોરીયોગ્રાફર્સ દ્વારા કલાસીક ગરબા સ્ટેપ્સ શીખવડાવવામાં આવશે.

માધુરીએ તેની આ ગરબા ઝુંબેશ વિશે કહયું છે કે નવરાત્રી આવી રહી છે. લોકો ગરબા રમવા ઉત્સુક બન્યા છે. પરંતુ કોરોનાવાઇરસ રોગચાળો હજી સમાપ્ત થયો નથી. લોકો નવરાત્રીની ઉજવણી ચુકી ન જાય તે માટે ડાન્સ વીથ માધુરી એકેડેમીએ એક મંચ પુરૂ પાડવાનું નક્કી કર્યુ છે. જયાં લોકો એમના ઘરમાં જ સુરક્ષીત રહીને શ્રેષ્ઠ માર્ગદર્શન હેઠળ ગરબા રમવા અને ગરબા શીખવાનો આનંદ ઉઠાવી શકે છે.દર્શકો ડાન્સ સ્પર્ધામાં ભાગ પણ લઇ શકે છે. શ્રેષ્ઠ ૯ એન્ટ્રી પરફોર્મન્સ રજુ કરનારાઓના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર ૭-૧૪ ઓકટોબર સુધી દરરોજ એક-એક ડાન્સ ફીચર પ્રદર્શીત કરવામાં આવશે અને માધુરી ડાન્સ એકેડેમીનું મફત લવાજમ તથા સર્ટીફીકેટ આપવામાં આવશે. એક ગ્રાન્ડ વિજેતાને માધુરી દીક્ષીતના સ્વરનો વિડીયો સંદેશ આપવામાં આવશે.

(4:19 pm IST)