Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

'સરદાર ઉધમ'નું ટ્રેલર લોંચ થયુ

એમેઝોન પ્રાઇમ વીડિયોએ એમેઝોન ઓરિજિનલ મુવી

મુંબઇ તા. ૩૦: ભારતીય ઇતિહાસમાં મહાન શહીદો પૈકીના એક સરદાર ઉધમ સિંઘને વિશેષ શ્રદ્ધાંજલિ આપવા એમેઝોન પ્રાઇમ વીડિયાએ આજે અતિ આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ એમેઝોન ઓરિજિનલ મૂવી સરદાર ઉધમનું ટ્રેલર મુંબઈમાં એક પત્રકાર પરિષદમાં લોંચ કર્યું હતું. રોની લાહિરી અને શીલ કુમાર દ્વારા નિર્મિત તથા શૂજિત સરકાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સરદાર ઉધમ સિંધની હજુ સુધી સાહસગાથા રજૂ કરે છે. ફિલ્મમાં સરદાર ઉધમસિંઘનું પાત્ર અભિનેતા વિકી કૌશલે ભજવ્યું છે. આ ફિલ્મમાં શૌન સ્કોટ્ટ, સ્ટિફન હોગાન, બનિતા સંધુ અને કિર્દી એવર્ટન પણ મુખ્ય ભૂમિકાઓમાં છે તથા અમોલ પરાશરે વિશેષ ભૂમિકા અદા કરી છે. ભારત અને દુનિયાભરના ૨૪૦ દેશો અને વિસ્તારોમાં -ાઇમ મેમ્બર્સ આ દશેરાએ ૧૬ ઓકટોબરથી સરદાર ઉધમ ફિલ્મ જોઇ શકશે.

તેમણે ૧,૬૫૦ ગોળીઓ છોડી હતી. સરદાર ઉધમે ફકત ૬ ગોળીઓ છોડી હતી, પણ આ ૬ ગોળીની અસર સ્વતંત્રતા સેનાનીઓ અને આગામી પેઢીઓના હૃદયમાં ઊંડે સુધી થઇ છે. ટ્રેલર સરદાર ઉધમસિંઘના જીવનની ઝાંખી રજૂ કરે છે, જે ભૂમિકા વિકી કૌશલે ભજવી છે, તેઓ પહેલીવાર શહીદની ભૂમિકામાં જોવા મળશે. આ હજુ સુધી શહીદગાથામાં સરદાર ઉધમના અદમ્ય સાહસ, દ્રઢતા અને નિર્ભયતાને પ્રસ્તુત કરે છે. ફિલ્મમાં ૧૯૧૯ના જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં નિર્દયતાપૂર્વક માર્યા ગયેલા પોતાના પ્રિય દેશવાસીઓના બલિદાનનો બદલો લેવાના સરદાર ઉધમસિંઘના અભિયાન પર કેન્દ્રિત છે.

સરદાર ઉધનું પાત્ર ભજવતા અભિનેતા વિકી કૌશલે કહ્યું હતું કે, સરદાર ઉધમની સ્ટોરીએ મને પ્રેરિત અને રોમાંચિત કર્યો હતો. આ પાત્ર ક્ષમતા, પીડા, ઉત્સાહ, અસાધારણ સાહસ અને ત્યાગ તથા મૂલ્યોને બયાન કરે છે, જેને મેં ફિલ્મમાં મારા પાત્ર દ્વારા ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. આ ભૂમિકામાં પ્રકારના ઘણા ઉધમસિંઘના પેંગડામાં પગ નાંખવા ધણી શારીરિક અને એનાથી વધારે માનસિક તૈયાર કરવાની જરૂર હતી, જેઓ નાયકવાદ અને દ્રઢ મનોબળનું પ્રતીક છે. સરદાર ઉધમ દુનિયાભરના લોકો સુધી પહોંચશે અને આપણા ઇતિહાસની એક પ્રેરકગાથા દુનિયાને જાણવા મળશે. ૧૬મી ઓકટોબરે રિલીઝ થનારી આ ફિલ્મનું નિર્દેશક શુજીત સરકારે કર્યુ છે.

(3:26 pm IST)