Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

ખાસ તાલિમ લઇ રહી છે ઉર્વશી

અભિનેત્રી ઉર્વશી રોૈતેલા ફિલ્મોની સાથે સાથે સોશિયલ મિડીયા પર પણ સતત સક્રિય રહેતી અભિનેત્રી છે. તે હોટ બોલ્ડ અને ગ્લેમરસ તસ્વીરો તથા વિડીયોને કારણે ચાહકોમાં સતત ચર્ચા જગાવતી રહે છે. હાલમાં તે આગામી ફિલ્મ માટે ભરપુર તૈયારી કરી રહી છે. પોતાના પાત્રને ન્યાય આપવા તે માર્શલ આર્ટની તાલિમ લઇ રહી છે. ઉર્વશી એક એકશન ફિલ્મમાં ખુબ જ મહત્વનો રોલ નિભાવવાની છે. આ માટે તે માર્શલ આર્ટનું શિક્ષણ મેળવી રહી છે. તેણે એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તે માર્શલ આર્ટ શીખતી જોવા મળી છે.  ઉર્વશીએ આ બાબતે જણાવ્યું હતુ કે, માર્શલ આર્ટ એક બહુ જ સરસ કલા છે. મને મારી આવનારી એકશન ફિલ્મ માટે આ નવું કૌશલ સેટ પર શીખવાનો વિચાર પસંદ આવ્યો છે. મારા માટે આ એક શાળાની તાલીમ સમાન છે. માર્શલ આર્ટ બહુ જ રસપ્રદ કલા છે. જોકે અભિનેત્રીએ આ ફિલ્મ બાબત વધુ માહિતી આપી નહોતી. તે એક તમિલ ફિલ્મમાં પણ જોવા મળવાની છે. તેમજ એક વેબ સિરીઝ પણ કરી રહી છે.

(10:16 am IST)