Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

બિગબોસ ૧૬ : સલમાન કરશે હોસ્‍ટ : ૮૦૦ કરોડ ફી વસૂલશે

આ સીઝન માટે સલમાને રાખી હતી ૧૦૫૦ કરોડની ડિમાન્‍ડ

મુંબઇ તા. ૩૦ : બોલિવૂડના દબંગ એક્‍ટર સલમાન ખાન લાંબા સમયથી રિયાલિટી શો બિગ બોસ હોસ્‍ટ કરી રહ્યો છે. જયાં એક તરફ સ્‍પર્ધકો શોમાં ધમાકેદાર છે, તો બીજી તરફ સલમાન ખાન પોતાના સ્‍વેગથી શોમાં ચાર્મ ઉમેરે છે. થોડા સમય પહેલા સલમાન ખાને બિગ બોસ ૧૬ વિશે એક હિંટ આપી હતી, આવી સ્‍થિતિમાં હવે નવી સીઝન માટે સલમાન ખાનની ફી વિશે સમાચાર આવી રહ્યા છે. બિગ બોસ ૧૬ માટે સલમાન ખાનની ફી સાંભળીને તમે પણ ચોંકી જશો.
સલમાન ખાન ફરી એકવાર બિગ બોસ ૧૬માં પોતાનો સ્‍વેગ ફેલાવતો જોવા મળશે અને રિપોર્ટ્‍સ અનુસાર, તેને આ માટે મોટી રકમ મળી છે. વિવેચક અને ઓવરસીઝ સેન્‍સર બોર્ડના સભ્‍ય ઉમૈર સંધુએ પોતાના ટ્‍વિટમાં દાવો કર્યો છે કે સલમાન ખાનને બિગ બોસ ૧૬ માટે ૮૦૦ કરોડ રૂપિયાની ફી મળી રહી છે અને ડીલ લોક થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્‍યા મુજબ સલમાન ખાન દ્વારા બિગ બોસ ૧૬ માટે ૧૦૫૦ કરોડ રૂપિયાની ડિમાન્‍ડ રાખવામાં આવી હતી, જો કે હવે એવું લાગી રહ્યું છે કે ૧૦૫૦ નહીં પરંતુ ૮૦૦ કરોડમાં ડીલ કર્યા બાદ થઈ ગઈ છે. સલમાનને બિગ બોસ ૧૫ માટે ૩૫૦ કરોડ રૂપિયા મળ્‍યા હતા.
સલમાન ખાન ઓગસ્‍ટમાં શ્નઊંક્રラ બોસ ૧૬ નો પ્રોમો માટે શૂટ કરી શકે છે. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં મેકર્સ સ્‍પર્ધકોની પસંદગીમાં વ્‍યસ્‍ત છે. એવા અહેવાલો છે કે અર્જુન બિજલાનીને ફરી એકવાર ‘બિગ બોસ' માટે અપ્રોચ કરવામાં આવ્‍યો હતો પરંતુ તેણે શોમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી.

 

(10:55 am IST)