Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

કરણ અને બિપાશાના ઘરે ગુંજશે કિલકારી..!

બિપાશા બસુ અને કરણસિંહ ગ્રોવરે વર્ષ ૨૦૧૬માં લગ્ન કર્યા હતા

મુંબઇ,તા. ૩૦: હિન્‍દી સિનેમાની કલાકાર બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરની જોડી ચર્ચિત જોડીઓમાંની એક છે. ત્‍યારે  કપલને લઈ ગુડ ન્‍યૂઝ સામે આવ્‍યાં છે. અભિનેત્રી બિપાસા બસુ પ્રેગ્નેન્‍ટ છે. તે અને કરણ બંને પેરેન્‍ટ્‍સ બનવા જઈ રહ્યાં છે. સુત્રો અનુસાર બિપાશા બસુ ટૂંક સમયમાં સામે સમાતાર સંભળાવી શકે છે.

બિપાશા બસુ અને કરણ સિંગ ગ્રોવરના ઘરે ૬ વર્ષ બાદ કિલકારી ગુંજી શકે છે. બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરે વર્ષ ૨૦૧૬માં લગ્ન કર્યા હતા. તેમની લગ્નને આજે ૬ વર્ષા થઈ ગયા બાદ પણ બંને પણ અતુટ પ્રેમ છે.તેમનો મંકી લવ ફેન્‍સને ખુબ જ પસંદ છે. બંનેને આઈડલ કપલ તરીકે જોવામાં આવે છે. કરણ અને બિપાશા ચાહકોને સંબંધોના ગોલ આપે છે. બંનેની કેમિસ્‍ટ્રી અને કેમિસ્‍ટ્રી ચાહકોમાં ખૂબ જ હિટ છે. 

(10:12 am IST)