Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ઓટીટી અને ટીવી એકબીજા વિના અધૂરા છેઃ એકતા કપૂર

મુંબઈ: ફેમસ પ્રોડ્યુસર એકતા આર કપૂર તેના ફની કન્ટેન્ટ માટે જાણીતી છે. તેમણે ટીવી ઉદ્યોગ અને ઓટીટીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છેટેલિવિઝન ઉદ્યોગની સફર વિશે વાત કરી. સમયની સાથે ટીવી પર વસ્તુઓ કેવી રીતે બદલાઈ છે તે પણ જણાવ્યું.એકતાએ 17 વર્ષની ઉંમરે જાહેરાત અને ફીચર ફિલ્મ નિર્માતા કૈલાશ સુરેન્દ્રનાથ સાથે ઈન્ટર્ન તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. શરૂઆતની કારકિર્દીમાં તેને ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો હતો. 1995ની સિટકોમ, 'હમ પાંચ' તેની ઉદ્યોગની પ્રથમ સફળતા હતી. એકતા કપૂરે કહ્યું, "મને લાગે છે કે દર વર્ષે એક ટ્રેન્ડ આવે છે. કોઈને કંઈક નવું કરવાનો પ્રયાસ કરવો પડે છે, ટીવી એ મનોરંજનનું એક મોટું સ્વરૂપ છે. અહીં શોની શરૂઆત અને અંત થાય છે. આ બધું દર્શકોની રુચિના આધારે થાય છે."

(5:48 pm IST)