Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

લંડનના મેડમ તુસાદમાં મુકાયું વરુણ ધવનનું સ્ટેચ્યુ

મુંબઈ:લંડનના મેડન તુસાદ મ્યુઝીયમમાં બૉલીવુડ અભિનેતા વરુણ ધવનનું મૉમનું પૂતળું મુકવામાં આવ્યું છે વરુણનું નામ વિશ્વની તે હસ્તીઓમાં સામીલ થયું છે જેમનું સ્ટેચ્યુ મેડમ તુસાદમાં મુકવામાં આવ્યું છે. લંડનમાં અત્યાર સુધી ત્રણ પ્રખ્યાત લોકોના સ્ટેચ્યુ મુકાયા છે જેમાં મહાત્મા ગાંધી, અમિતાભ બચ્ચન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે અને હવે ચોથું સ્ટેચ્યુ વરુણ ધવનનું લાગ્યું છે.

વરુને ટ્વિટ દવારા આ વાતની માહિતી આપી છે કે હું ખુબ ખુશ છું આ સન્માનથી, મારા માટે આ ખુબ મોટો સન્માન છે.આ માટે હું હોંગકોંગના મેડમ તુસાદના સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું. મેડમ તુસાદમાં મુકવામાં આવેલા વરુણના પૂતળા સાથે બોલીવુડના પ્રખ્યાત નિર્દેશક અને વરુણના પિતા ડેવિડ ધવને પણ ફોટો પડાવ્યો છે.

(5:01 pm IST)