Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ટાઇગરની 'સ્ટુડન્ટ ઓફ ધ યર-૨' આવશે નવેમ્બરમાં

કરણ જોહરની હિટ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરનો બીજો ભાગ બની રહ્યો છે. પહેલા ભાગમાં વરૂણ ધવન, આલિયા ભટ્ટ અને સિધ્ધાર્થ મલ્હોત્રાને લોન્ચ કરાયા હતાં. હવે બીજા ભાગમાં ટાઇગર શ્રોફને મુખ્ય રોલ અપાયો છે. તેની સાથે હિરોઇન તરીકે ચંકી પાંડેની દિકરીને લેવામાં આવે તેવી ખુબ ચર્ચા છે. તો આલિયા ભટ્ટ પણ નાનકડા રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ૨૩મી નવેમ્બરે રિલીઝ થઇ જશે. આ દિવસે જ પહેલા રિતીક રોશનની ફિલ્મ સુપર-૩૦ રિલીઝ થવાની હતી. પણ રિતીકની આ ફિલ્મની તારીખ ૨૫ જાન્યુઆરી-૨૦૧૯ ફાઇનલ કરવામાં આવતાં હવે તેની જગ્યાએ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ રિલીઝ થશે. કરણે તક મળતાં જ આ તારીખ નક્કી કરી પોતાની ફિલ્મ રિલીઝ કરવાનું નક્કી કરી લીધુ હતું.

(9:54 am IST)