Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ક્રાઈમ થ્રીલર ફિલ્મ 'લવ હોસ્ટેલ'માં જોવા મળશે બોબી દેઓલ, સન્યા મલ્હોત્રા અને વિક્રાંત મેસી

મુંબઈ: શાહરૂખ ખાને નવી ફિલ્મ 'લવ હોસ્ટેલ' ની જાહેરાત કરી છે. આ ફિલ્મ શાહરૂખ ખાનના બેનર રેડ ચિલીઝ એંટરટેનમેંટ અને મનીષ મુન્દ્રાની વિશયમ ફિલ્મ્સ સહ-નિર્માણ કરશે. ક્રાઈમ થ્રીલર ફિલ્મ 'લવ હોસ્ટેલ' માં બોબી દેઓલ, સન્યા મલ્હોત્રા અને વિક્રાંત મેસી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ 2021 ની શરૂઆતમાં કરવામાં આવશે. ફિલ્મ 'લવ હોસ્ટેલ' નું નિર્દેશન શંકર રમન કરશે. તરણ આદર્શે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. તરણ આદર્શે ગુરુવારે ટ્વીટ કર્યું - 'એસઆરકે નવી ફિલ્મની ઘોષણા કરે છે ... શાહરૂખ ખાનની રેડ ચિલીઝ મનીષ મુન્દ્રા સાથે સહયોગ કરશે ... લવ હોસ્ટેલની જાહેરાત, ક્રાઈમ થ્રિલર સ્ટાર્સ સન્યા મલ્હોત્રા, વિક્રાંત મેસી અને બોબી દેઓલ હશે. આ ફિલ્મનું નિર્દેશન શંકર રમન કરશે જ્યારે નિર્માતા ગૌરી ખાન, મનીષ મુન્દ્રા અને ગૌરવ વર્મા છે. અભિનેતા બોબી દેઓલે ટ્વીટ કર્યું - 'હું દ્રશ્યમ ફિલ્મ્સ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટની ક્રાઈમ થ્રિલર ફિલ્મ લવ હોસ્ટેલ સાથે નવી દુનિયામાં પ્રવેશ કરવા તૈયાર છું. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને વિક્રાંત મેસી જેવા કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન શંકર રમન કરશે અને તેનું નિર્માણ ગૌરી ખાન, મનીષ મુન્દ્રા અને ગૌરવ વર્મા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે.

(5:06 pm IST)
  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST

  • મધ્ય પ્રદેશ પેટા ચૂંટણી : મહેંગાવમાં પ્રચાર માટે ગયેલા ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ઉમાભારતીની સભામાં ખુરસીઓ ખાલી : સભાના સ્થળથી 25 કિલોમીટર દૂર હેલીકૉપટર ઉતરતા સ્થળ ઉપર પહોંચવામાં મોડું થયું : ગુસ્સે થઇ ભાષણ આપ્યા વિના પરત ફર્યા access_time 1:55 pm IST