Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

કોમેડીની ઇચ્‍છા પુરી થઇઃ રાજીવ

નેવુના દસકામાં ટીવી પરદે બનફૂલ સિરીયલથી કારકિર્દી શરૂ કરનાર અભિનેતા રાજીવ ખંડેલવાલે અહિ અનેક શો કરીને નામના મેળવી હતી. ૨૦૦૮માં તેની પહેલી ફિલ્‍મ આમિર આવી હતી. એ પછી તે અહિ સતત કામ કરતો રહ્યો છે અને ટીવી પરદો પણ તેણે છોડયો નથી. ગયા વર્ષે તે રગ રગ મેં ગંગા સિઝન-૨માં જોવા મળ્‍યો હતો. તેણે કેટલીક વેબ સિરીઝ પણ કરી છે. હાલમાં જ તે મિયા બીવી ઓૈર મર્ડરમાં જોવા મળ્‍યો છે. રાજીવે કહ્યું હતું કે હું ઘણા સમયથી કોમેડી જોનરની ફિલ્‍મ અથવા તો વેબ સિરીઝ કરવા ઇચ્‍છતો હતો. ત્‍યાં મને ઇચ્‍છા મુજબની સિરીઝ મિયા બિવી ઓૈર મર્ડર ઓફર થઇ હતી. જેનું શુટીંગ અમે કોરોનાકાળમાં કર્યુ હતું. હું ગોવામાં હતો ને મને આ શોની ઓફર થઇ હતી. અમે મોટા ભાગનું શુટીંગ મુંબઇના એક બંગલોમાં જ કર્યુ હતું. જો કે અનેક પડકારો ઝીલવા પડયા હતાં. એક સમયે તો એમ થતું હતું કે શુટીંગ પુરુ થશે કે નહિ. રાજીવ તાજેતરમાં પત્‍નિ સાથે ગ્રીસ દેશની સફરે ગયો છે જ્‍યાં બે મહિના રોકાશે.

(10:10 am IST)