Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

'હીરોપંતી 2'એ તેની રિલીઝ પહેલા એક લાખથી વધુ ટિકિટ વેચી

મુંબઈ: બોલિવૂડ એક્શન હીરો ટાઈગર શ્રોફની ફિલ્મ 'હીરોપંતી-2'ની 1 લાખથી વધુ ટિકિટ રિલીઝ પહેલા જ બુક થઈ ગઈ છે. આ ફિલ્મ 29 એપ્રિલે દેશ-વિદેશના 2,500 સિનેમા હોલમાં રિલીઝ થશે. પ્રથમ દિવસે બુકિંગની સાથે જ ફિલ્મે લગભગ 4 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.'હીરોપંતી 2' નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ દ્વારા સંચાલિત છે. આ ફિલ્મમાં તારા સુતારિયા અને નવાઝુદ્દીન સિદ્દીકી પણ મુખ્ય ભૂમિકામાં છે. અહેમદ ખાન દ્વારા નિર્દેશિત, 'હીરોપંતી 2' રજત અરોરા દ્વારા લખવામાં આવી છે અને સંગીત એઆર રહેમાને આપ્યું છે. આ ફિલ્મ 29 એપ્રિલે સિનેમાઘરોમાં આવવાની છે.

 

(5:42 pm IST)