Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

એક્ટર સિદ્ધાર્થ સાથે લગ્ન કરી રહી છે અભિનેત્રી અદિતિ રાવ હૈદરી

મુંબઈ: અદિતિ રાવ હૈદરીનાં આજે લગ્ન છે. તેણીએ અભિનેતા સિદ્ધાર્થ સાથે તેલંગાણાના વાનપર્થી જિલ્લાના શ્રીરંગાપુરમાં શ્રી રંગનાયકસ્વામી મંદિરમાં લગ્ન કર્યા. ઘણા તેલુગુ મીડિયા દ્વારા સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે અદિતિ રાવ અને સિદ્ધાર્થના લગ્ન મંદિરમાં થયા હતા કારણ કે તેની સાથે અભિનેત્રીનું ખાસ જોડાણ છે. વાસ્તવમાં, 18મી સદીમાં બનેલા મંદિર પર એક સમયે અદિતિ રાવના દાદાનું શાસન હતું. અદિતિ અને સિદ્ધાર્થ લાંબા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં હતા અને હવે તેઓ લગ્ન કરી ચૂક્યા છે. બંને પહેલીવાર 2021માં આવેલી ફિલ્મ 'મહા સમુદ્રમ'ના સેટ પર મળ્યા હતા. ફિલ્મમાં બંનેએ સાથે કામ કર્યું હતું અને દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.હાલમાં, અદિતિ રાવ કે સિદ્ધાર્થે તેમના લગ્નને લઈને કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. બંનેના બીજા લગ્ન છે. સિદ્ધાર્થના પહેલા લગ્ન મેઘના નારાયણ સાથે થયા હતા. પરંતુ 2006માં અલગ થયા બાદ 2007માં બંનેએ છૂટાછેડા લીધા હતા. અદિતિ રાવે પણ અગાઉ અભિનેતા સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "મારા લગ્ન 21 વર્ષની ઉંમરે સત્યદીપ સાથે થયા હતા, પરંતુ બાદમાં અમારા છૂટાછેડા થઈ ગયા."

(5:59 pm IST)