Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

નવ્યા નવેલી નંદાએ પોડકાસ્ટ શો વોટ ધ હેલ નવ્યાનો પ્રોમો કર્યો શેર

 

મુંબઈ: અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાના પોડકાસ્ટ શો 'વોટ હેલ નવ્યા'ના એપિસોડ્સ દર અઠવાડિયે રિલીઝ થાય છે. જેમાં નવ્યા, તેની દાદી જયા બચ્ચન અને માતા શ્વેતા બચ્ચન અલગ-અલગ વિષયો પર વાત કરતા જોવા મળે છે. હવે નવ્યાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના લેટેસ્ટ એપિસોડનો પ્રોમો શેર કર્યો છે, જેમાં દાદી અને પૌત્રી સાથે મળીને શ્વેતાને તેની ભૂલ વિશે જણાવી રહ્યાં છે. નવ્યાએ કેપ્શનમાં લખ્યું - "ઉંમર અને અનુભવ?" વીડિયોમાં નવ્યા તેની માતા અને દાદીને પૂછે છે, "શું વધુ ભૂલો કરવાથી વ્યક્તિને જીવનમાં વધુ અનુભવ મેળવવામાં મદદ મળે છે?" જવાબમાં શ્વેતાએ કહ્યું, "મને લાગે છે કે તમે તમારા બાળક માટે સૌથી સારી વસ્તુ કરી શકો છો કે તેમના બાળકને તેમની પોતાની ભૂલો કરવા દો." બીજી તરફ જયાએ કહ્યું, "જ્યારે તમે કોઈ અઘરી વાત ઉકેલો છો ત્યારે અનુભવ કામમાં આવે છે."

(5:58 pm IST)