Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

કરીના-કરિશ્‍માને પણ લડવી છે ચૂંટણીઃ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાશે?

મુંબઇ,તા. ૨૯: લોકસભા ચૂંટણી પહેલા જ ઘણા પ્રખ્‍યાત ચહેરાઓ પાર્ટીઓમાં જોડાઈ રહ્યા છે અને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ સીરિઝમાં મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જયારે કપૂર પરિવારના બે મોટા ચહેરા રાજકારણમાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે કરિશ્‍મા કપૂર અને તેની બહેન કરીના કપૂર ટૂંક સમયમાં એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ શકે છે અને ચૂંટણી પણ લડી શકે છે. એટલું જ નહીં, પોતાના સમયના સુપરસ્‍ટાર રહેલા ગોવિંદા પણ એકનાથ શિંદેની શિવસેનામાં ઔપચારિક રીતે જોડાયા છે આ ત્રણેય લોકસભાની ચૂંટણીમાં પણ લડી શકે છે.

હકીકતમાં એકનાથ શિંદેની શિવસેના તરફથી ગોવિંદાની સાથે અભિનેત્રી કરીના કપૂર અને કરિશ્‍મા કપૂરને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. ગોવિંદા કોંગ્રેસ વતી લોકસભા ચૂંટણી લડી ચૂક્‍યા છે અને સાંસદ પણ બની ચૂક્‍યા છે. જો ફરી આવું થાય છે તો મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની શિવસેના માટે તે મોટી વાત સાબિત થઈ શકે છે

(11:06 am IST)