Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

મિર્ચી મ્યુઝિક એવોર્ડઃ શાહરૂખના 'હવાયેં...' સોંગે મારી બાજી

૧૦મો રોયલ સ્ટેગ મિર્ચી એવોર્ડઃ બપ્પી લહેરીને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ

મુંબઇ તા. ૨૯ : ૧૦માં રોયલ સ્ટેગ મિર્ચી મ્યુઝિક એવોર્ડ ૨૦૧૮ મુંબઈમાં રવિવારે રાતે આયોજિત કરવામાં આવ્યો હતો. મુંબઈના વર્લીમાં આવેલા એસવીપી સ્ટેડિયમમાં યોજાયેલી એવોર્ડ સેરેમનીમાં સિદ્ઘાર્થ મલ્હોત્રા, સોનુ સુદ, ગૌહર ખાન સહિત બોલિવૂડનાં ઘણાં સ્ટાર્સ હાજર રહ્યાં હતાં.

 

બોલિવૂડના સ્ટાર સિંગર સોનુ નિગમે એવોર્ડ સેરેમનીને હોસ્ટ કરી હતી. ઉપરાંત ગાયિકા શ્રેયા ઘોષાલ, અભિનેતા અને ગાયક આયુષ્યમાન ખુરાના, જાવેદ અલી, હર્ષદીપ કૌર, નેહા ભાસિને દમદાર પર્ફોર્મન્સ આપ્યાં હતાં. દરમિયાન, બોલિવૂડની ફિલ્મોમાં ૨૫ વર્ષથી પોતાના સંગીતનો જાદુ પાથરનારા સંગીતકાર એ. આર. રહેમાનને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. અલગ અલગ કેટેગરીમાં બોલિવૂડ ગાયકોને એવોર્ડ આપવામાં આવ્યા હતા.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અભૂતપૂર્વ યોગદાન બદલ બપ્પી લહેરીને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ સિવાય રોયલ સ્ટેગ મેક ઇટ લાર્જ એવોર્ડ આયુષ્યમાન ખુરાનાને એનાયત કરાયો હતો.

સોંગ ઓફ ધ યરઃ હવાયેં (જબ હેરી મેટ સેજલ)

આલ્બમ ઓફ ધ યરઃ જબ હેરી મેટ સેજલ

મેલ વોકલિસ્ટ ઓફ ધ યરઃ અરિજિત સિંહ (હવાયેં, ફિલ્મ- જબ હેરી મેટ સેજલ)

ફીમેલ વોકલિસ્ટ ઓફ ધ યરઃ શ્રેયા ઘોષાલ (થોડી દેર ફિલ્મ- હાફ ગર્લફ્રેન્ડ)

મ્યુઝિક કમ્પોઝર ઓફ ધ યરઃ પ્રીતમ ચક્રવર્તી (હવાયેં ફિલ્મ- જબ હેરી મેટ સેજલ)

લિરિસિસ્ટ ઓફ ધ યરઃ ઇર્શાદ કામીલ (હવાયેં ફિલ્મ- જબ હેરી મેટ સેજલ)

લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડઃ બપ્પી લહેરી

રોયલ સ્ટેગ મેક ઇટ લાર્જ એવોર્ડઃ આયુષ્યમાન ખુરાના

અપકમિંગ મેલ વોકલિસ્ટ ઓફ ધ યરઃ આસિત ત્રિપાઠી (તૂં બનજા ગલી બનારસ કી ફિલ્મ- શાદી મેં જરૂર આના)

અપકમિંગ ફીમેલ વોકલિસ્ટ ઓફ ધ યરઃ મેઘના મિશ્રા (મૈં કૌન હૂં ફિલ્મ- સીક્રેટ સુપરસ્ટાર)

અપકમિંગ મ્યુઝિક કમ્પોઝર ઓફ ધ યરઃ JAM 8 (ઝાલિમા ફિલ્મ- રઇસ)

અપકમિંગ લિરિસિસ્ટ ઓફ ધ યરઃ સાંતનુ ઘટક, (રફુ ફિલ્મ- તુમ્હારી સુલુ)

ઇન્ડી પોપ સોંગ ઓફ ધ યરઃ મન મરજિયાં (આલ્બમ – મન મરજિયાં)

રાગ બેસ્ડ સોંગ ઓફ ધ યરઃ સુન ભવરાં (ફિલ્મ- ઓકે જાનુ)

બેસ્ટ સોંગ પ્રોડ્યુસર (પ્રોગ્રામિંગ એન્ડ અરેન્જિંગ) : કિલન્ટન કેરેજો અને હિતેશ સોનિક (જુલિયા ફિલ્મ- રંગૂન)

બેસ્ટ સોંગ એન્જિનિયર (રેકોર્ડિંગ એન્ડ મિકિસંગ): ભાસ્કર શર્મા, ચકીર હુસૈન અને પ્રવીણ મુરલીધર (દરમિયાં આલ્બમ- દરમિયાં (સિંગલ))

બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોરઃ વિશાલ ભારદ્વાજ (ફિલ્મ- રંગૂન)

લિસ્નર્સ ચોઇસ સોંગ ઓફ ધ યરઃ ફિર ભી તુમ કો ચાહૂંગા (ફિલ્મ- હાફ ગર્લફ્રેન્ડ)

લિસ્નર્સ ચોઇસ આલ્બમ ઓફ ધ યરઃ ફિલ્મ- જગ્ગા જાસૂસ

જયુરી એવોર્ડ ફોર આઉટ સ્ટેન્ડિંગ કોન્ટ્રિબ્યુશન ટુ હિન્દી ફિલ્મ મ્યુઝિકઃ દિવંગત ગોરખ શર્મા

જયુરી સ્પેશિયલ રેકોગ્નાઇજેશનઃ અમીન સયાની

જયુરી એવોર્ડ ફોર બેસ્ટ આલ્બમ ઓફ ગોલ્ડન એરા (૧૯૫૭): પ્યાસા.(૨૧.૨૬)

(11:43 am IST)