Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

વેબ સિરીઝ સામે ટીવી પણ મજબૂત છેઃ પ્રાચી તેહલાન

લોકો હવે ટીવી સિરીયલોની સાથે વેબ સિરીઝને પણ ખુબ જોઇ રહ્યા છે. રોજબરોજ કોઇને કોઇ નવી સિરીઝ આવતી હોય છે. નવા જ વિષયો સાથેની આવી સિરીઝ જલ્દીથી લોકપ્રિય પણ થઇ જાય છે. સેન્સરશિપની રોકટોક નહિ, ક્રિએટીવીટી, સિમીત સમય સહિતની સુવિધાઓને કારણે એએલટી બાલાજી સહિત અસંખ્ય વેબચેનલોને કારણે વેબ સિરીઝની લોકપ્રિયતા મળી છે. અહિ કન્ટેન્ટ પણ દમદાર હોય છે. ટીવી અભિનેત્રી પ્રાચી તેહલાને કહ્યું હતું કે અહિ વેબ સિરીઝે જાતે જ જગ્યા બનાવી છે. જો કે બીજી તરફ ટીવી પણ મજબુત છે. મધ્યમવર્ગીય પરિવારો અને યુવાઓને તેની જરૂરિયાત મુજબ મનોરંજન આપે છે. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર જેવા સુપરસ્ટાર પણ ટીવી પર કામ કરી રહયા છે. જો કે હાલમાં ટીવીની હાલત પેહલા જેવી નથી. તેમાં સુધારો કરવાની ખાસ જરૂર છે. નહિતર એક સમય એવો આવશે કે ક્રેઝ ખતમ થઇ જશે.

(9:44 am IST)