Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

યામીને એક્‍શન ફિલ્‍મ કરવાની ઇચ્‍છા

યામી ગોૈતમ અનેક સારી ફિલ્‍મો આપી ચુકી છે. છેલ્લે તે ફિલ્‍મ લોસ્‍ટમાં જોવા મળી હતી. તે કહે છે તેને ફિલ્‍મોમાં અવતાર, કાંતારા તથા વેબ શોમાં ધ બેયર ખુબ ગમ્‍યા છે. મારી ઇચ્‍છા હવે તક મળે તો એક્‍શન ફિલ્‍મ કરવાની છે. નિર્માતા નિર્દેશક મારા પર વિશ્વાસ મુકી મને કામ આપતા રહે છે. હું તેમના વિશ્વાસ પર ખરી ઉતરવા પ્રયાસ કરતી રહુ છું. રોલ જટીલ હોય કે સરળ હું વધુ વિચાર્યા વગર સાઇન કરી લઉ છું. એક વખત મારા પાત્ર વિશે જાણતાં જ સમજાઇ જાય છે કે આ કામ કરવું કે નહિ. બાલા, વિક્કી ડોનર, ઉરી, અ થર્સડે સહિતના મારા પાત્રો કરતાં વધુ પડકારજનક પાત્રો મારે કરવા છે. મહિલાઓને સતત પ્રેરણા આપતી યામી કહે છે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે અને પ્રગતિ કરે તેવી મારી ઇચ્‍છા છે.

(10:53 am IST)