Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

સસ્‍પેન્‍સ થ્રિલરમાં આવી રહ્યો છે મિમોહ

મિથુન ચક્રવર્તીના પુત્ર મિમોહ કે જેનું હવેનું નામ મહાક્ષય ચક્રવર્તી છે તે બોલીવૂડમાં ઘણા સમયથી કામ કરી રહ્યો છે. હવે તેની ફિલ્‍મ રોષ આવી રહી છે. મિમોહ કહે છે આ ફિલ્‍મની કહાની જ તેનો હીરો અને વિલન છે. આ વાર્તા મનોરંજક અને રસપ્રદ છે. જેમ જેમ ફિલ્‍મ આગળ વધતી જશે તેમ તમને ચોંકાવતી જશે. અનેક ટિવસ્‍ટ અને ટર્ન આવશે. સસ્‍પેન્‍સ થ્રિલર જેનરની આ ફિલ્‍મ એકત્રીસમી માર્ચના આવી રહી છે. મિમોહ કહે છે હું હમેશા ફિલ્‍મોમાં કંઇક નવુ શોધતો રહુ છું. રોષમાં મારા પાત્રના ઘણા લેયર્સ છે. આ કારણે જ મેં ફિલ્‍મ સ્‍વીકારી છે. રોષની કહાની લૂંટની ઘટના ઘર આધારીત છે. એક ચોર લોકોની મહેનતના પૈસા લૂંટી લે છે પછી શું બને છે તેની વાત છે. જેટલા પાત્રો છે એ બધા સાથે એક ઘટના બને છે અને પછી તેમનું જીવન બદલાઇ જાય છે. રોષ ઓટીટી પ્‍લેટફોર્મ પર આવશે.

(10:52 am IST)