Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

હું ઘણીવાર રડી પડી હતીઃ રિતીકા

અભિનેત્રી રિતીકા સિંહ તાજેતરમાં ફિલ્‍મ ઇનકારમાં જોવા મળી છે. નેશનલ એવોર્ડ વિજેતા એવી આ અભિનેત્રી કહે છે ફિલ્‍મ સત્‍ય ઘટના પર આધારીત છે. આ ફિલ્‍મની કહાનીને ઘણી મહિલાઓ પોતાની સાથે કનેક્‍ટ કરી શકે તેમ છે. મહિલાઓ માટેનો પુરૂષોનો દ્રષ્‍ટીકોણ કેવો હોય છે તે આ ફિલ્‍મમાં બતાવાયું છે. પુરૂષ મારફતના મહિલાઓને સહન કરવા પડતાં અત્‍યાચાર અને ગેરવર્તુણકની આમાં વાત છે. અપશબ્‍દો સહન કરવા, દ્વીઅર્થી ભાષામાં વાત સાંભળવી, શારીરિક વાસનાનો શિકાર થવું આ બધુ લગભગ દરેક મહિલાએ એક વાર તો અનુભવ્‍યું જ હોય છે. આ તમામ સમસ્‍યાઓને ફિલ્‍મ ઇનકારમાં સુંદર રીતે વર્ણવવામાં આવી છે. મોટા ભાગના પુરૂષો તેમની માતા-બહેનનું સન્‍માન કરતાં હોય છે પણ અન્‍યસ્ત્રીને વાસનાની નજરોથી જોતાં હોય છે. રિતીકા આગળ કહે છે ફિલ્‍મના શુટીગ વખતે હું ઘણીવાર રડી પડી હતી. નિર્દેશક ખુદ લાગણીઓને રોકી શક્‍યા નહોતાં. રિતીકાએ તમિલ તેલુગુ ફિલ્‍મો મોટા પ્રમાણમાં કરી છે.

(10:52 am IST)