Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

રાખી સાંવતે સલમાન વતી બિશ્નોઇ સમાજની માફી માંગી:ઉઠક-બેઠક પણ કરી

પ્લીઝ તેમનો પીછો છોડી દો:લોરેન્સ બિશ્નોઇ ગેંગને કરી વીનંતી

મુંબઈ:સલમાન ખાનને સતત લોરેન્સ બિશ્નોઇ ગેંગ તરફથી ધમકીઓ મળી રહી છે. હાલમાં જ એક્ટરને એક ઇ-મેઇલ મળ્યો હતો. જેમાં લખ્યુ હતુ કે, તારો હાલ પર સિદ્ધુ મૂસેવાલા જેવો જ થશે. જો કે સલમાનને સતત મળતી ધમકીઓથી દૂર જ રહીને પોતાના ડરને જાહેર થવા દેતો નથી, પરંતુ તેની શુભચિંતક રાખી સાવંત પોતાના સલમાન ભાઇ માટે ખૂબ જ ડરી ગઇ છે અને બિશ્નોઇ સમાજની માફી માંગી રહી છે. 

તાજેતરમાં પાપારાઝી સાથે વાત કરતા રાખી સલમાન ખાનને સપોર્ટ કરતી જોવા મળી. તે સાથે તેમને બિશ્નોઇ ગેંગથી રિક્વેસ્ટની એક્ટર એક બહુ સારા માણસ છે, તેને મારવા વિશે કોઇએ વિચાર પણ ના લાવવો જોઇએ. રાખી પોતાના ઇનસ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. જ્યાં તે સલમાનને કઇ ના કરવાની વાત કરે છે. રાખી ઉઠક-બેઠક કરીને માંફી માંગી રહી છે. 

 

રાખીએ કહ્યું, મારા સલમાન ભાઇની તરફથી બિશ્નોઇ સમાજ પાસે હું માફી માંગુ છું, મારા ભાઇ સલમાન પર ખરાબ નજર ના રાખો. હું કહુ છું કે સલમાન બહુ જ સારા માણસ છે, ગરીબોનો દાતા છે, એક લેજેન્ડ છે. સલમાન માટે દુઆ કરો, તે લોકો માટે એટલુ કરે છે કે હું ઇચ્છુ છું કે સલમાન ભાઇના દુશ્મનોની આંખો ફૂટી જાય તેમની યાદશક્તિ ખતમ થઇ જાય. હું અલ્લાહને દુઆ કરુ છું કે, કોઇ મારા સલમાન ભાઇનુ ખરાબ ના વિચારે. 

 

ત્યાર બાદ એક્ટ્રેસે સલમાનની ટાઇટ સિક્યોરીટી અને હાલમાં જ લોરિન્સ બિશ્નોઇના આપેલા ઇન્ટરવ્યૂ પર કમેન્ટ કરતા કહ્યું કે, જે લોકો સલમાન ભાઇના વિરુદ્ધમાં ઇન્ટરવ્યૂ આપે છે, તેમનુ સલમાન ભાઇએ શુ બગાડ્યુ છે તમારુ? કેમ મારા ભાઇની પાછળ હાથ ધોઇને પડ્યા છો. તે બહુ સારા વ્યક્તિ છે, પ્લીઝ તેમનો પીછો છોડી દો. સલમાન એટલા અમીર છે કે તે બધા માટે બધુ કરે છે. તેણે મારી માતા માટે ઘણુ બધુ કર્યુ છે. આમ બોલતા બોલતા રાખી ઉઠક બેઠક કરવા લાગી. 

બિશ્નોઇએ પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, સલમાન ખાને માફી માંગવી પડશે. તેણે અમારા બિકાનેર મંદિરમા જઇને ક્ષમા માંગવી પડશે. મારા જીવનનુ લક્ષ્ય સલમાન ખાનને મારવુ છે. જેવી તેની સિક્યોરિટી હટશે તેવુ જ હુ તેને મારી નાંખીશ. સલમાન પણ મૂસવાલાની જેમ ઘમંડી છે. જો તે માંફી માંગી લેશે તો આ મેટર અહીંજ સમાપ્ત થઇ જશે.

(10:59 am IST)