Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

રોહિત ધવનની સુપરહીરો આધારિત ફિલ્મમાં જોવા મળશે ઋત્વિક રોશન

મુંબઈ:હૃતિક રોશનને ફિલ્મ 'ક્રિશ થ્રીસુધી સુપરહીરોનું પાત્ર ભજવ્યું છે. રાકેશ રોશન ફિલ્મની ચોથી સિકવલની તૈયારી કરી રહ્યા છે. તેવામાં એક વાત એવી આવી છે કે ડેવિડ ધવનના પુત્ર રોહિતની સુપર હીરોને લગતી વાર્તા હૃતિકને પસંદ પડી છે. સૂત્રની વાત સાચી માનીએ તો રોહિત ધવન હૃતિકને પોતાની સુપર હીરોની વાર્તા સાથે મળ્યો હતો.જેમાં હૃતિકને રસ પડતાં તેણે ધવનપુત્રને સ્ક્રિપ્ટ લખવાનું કહ્યું છે. રોહિત હવે સ્ક્રિપ્ટને અંતિમ રૃપ આપવામાં વ્યસ્ત છે. જો હૃતિકને સ્ક્રિપ્ટ પસંદ પડશે તો રોહિન તેને સાઇન કરશે. રોહિતનું માનવું છે કે હૃતિક તેની ફિલ્મમાં કામ કરશે તો ફિલ્મને ભવ્ય રીતે બનાવાની તેને સારી તક મળશે. વીએફએક્સ અને સીજીઆઇની આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને ફિલ્મને તે ભવ્ય લુક આપી શકશે.બીજી બાજુ હૃતિકના પિતા રાકેશ રોશન પણ ફિલ્મ 'ક્રિશ ફોરબનાવાની યોજના કરી રહ્યા છે.

(6:03 pm IST)