Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

શમિતા શેટ્ટી અને રાકેશ બાપટનું બ્રેકઅપ : બંનેએ ‘હવે અમે સાથે નથી’ લખેલ પોસ્ટ શેર કરી

બંને ઘણા સમયથી એકબીજાને કરી રહ્યા હતા ડેટ : બન્નેનો થોડા સમય પછી મ્યુઝિક વીડિયો થવનો છે લોન્ચ

મુંબઈ તા.27 : Bigg Boss 15 ફેમ શમિતા શેટ્ટીની પહેલી મુલાકાત રાકેશ બાપટ સાથે શોના OTT વર્ઝનમાં થઈ હતી. તેઓ આ શો દરમિયાન જ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. તેમના ફેન્સ પ્રેમથી તેમને ShaRa કહીને બોલાવતા હતા. જોકે, હવે કપલે બ્રેકઅપ કરી લીધું છે અને મંગળવારે રાત્રે શમિતા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર રાકેશ સાથે બ્રેકઅપ કર્યું હોવાની પુષ્ટિ કરી છે. જે બાદ રાકેશે પણ એક નોટ લખીને બ્રેકઅપની વાત સ્વીકારી હતી.

શમિતાએ લખ્યું, "મને લાગે છે કે આ મહત્વપૂર્ણ વાત માટે સાફ કહી દેવી જોઈએ, રાકેશ અને હું હવે સાથે નથી અને છેલ્લા કેટલાક સમયથી આ જ સ્થિતિ છે. પરંતુ આ મ્યુઝિક વીડિયો અમારા બધા પ્રિય ચાહકો માટે છે, જેમણે અમને ખૂબ પ્રેમ અને ટેકો આપ્યો છે. અને આવનાર સમયમાં પણ પ્રેમ અમારા પર વરસાવતા રહો. આપ સૌનો પ્રેમ અને કૃતજ્ઞતા. જણાવી દઈએ કે બંનેએ એક મ્યૂઝિક વીડિયો શૂટ કર્યો છે, જે ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહ્યો છે. રાકેશે પોતાની પોસ્ટમાં લખ્યું, "હું તમરા સાથે શેર કરવા માંગુ છું કે શમિતા અને હું હવે સાથે નથી. નસીબે આપણને ખૂબ જ અલગ પરિસ્થિતિઓમાં લઈ ગયા છે. શરા પરિવારને ટેકો આપવા અને પ્રેમ કરવા બદલ આભાર. એક પ્રાઇવેટ પર્સન તરીકે હું જાહેરમાં મારા બ્રેકઅપની જાહેરાત કરવા નહોતો માંગતો, પરંતુ મને લાગે છે કે એ વિશે અમારા ચાહકોને જણાવવું જોઇએ. હું જાણું છું કે આ જાણીને તમારું હૃદય તૂટી જશે. હું આશા રાખું છું કે તમે હવે અમારા બંને પર અલગથી પ્રેમ વરસાવતા રહેશો. અમને હંમેશા તમારા સમર્થનની જરૂર રહેશે. આ મ્યુઝિક વિડિઓ તમને બધાને સમર્પિત છે. '

શમિતા અને રાકેશની લવ સ્ટોરી કરણ જોહરના શો 'બિગ બોસ ઓટીટી'માં શરૂ થઈ હતી. આ શોમાં બંને ઘણી વખત એકબીજા સાથે ઝઘડતા પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન શમિતાએ ખુલાસો કર્યો હતો કે તે માત્ર 18 વર્ષની હતી જ્યારે તેના બોયફ્રેન્ડનું નિધન થઇ ગયું હતું, જેના કારણે તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. સાથે જ રાકેશે એમ પણ કહ્યું હતું કે, પિતાના મૃત્યુ અને રિદ્ધિ ડોગરાથી છૂટાછેડા બાદ આ બધામાંથી બહાર આવવું તેના માટે ઘણું મુશ્કેલ હતું.

(8:40 pm IST)