Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

વિદ્યાર્થીઓના સ્‍પર્ધાત્‍મક જીવનની રોચક કહાનીઃ આવી રહી છે સિરીઝ ક્રેસ કોર્સ

ટ્રેલર રિલીઝ થયું: અનુભવી અને નવા અભિનેતાઓની ભુમિકા

મુંબઇ તા. ૨૭: વધુ એક વેબ સિરીઝનું ટ્રેલર રિલીઝ થયું છે. ડ્રામા જોનરની સિરીઝ ‘ક્રેસ કોર્સ' એમેઝોન પ્રાઇમ વિડિયો પર આવી રહી છે. ટ્રેલરમાં વિદ્યાર્થીઓના અત્‍યંત સ્‍પર્ધાત્‍મક જીવનની રોમાંચક વાર્તાની ઝલક આપે છે. તેઓ કઇ રીતે જીવનમાંથી પસાર થાય છે અને કઇ રીતે સમયની કસોટી પર ખરી મિત્રતા જાળવીને જીવનના દબાણનો સામનો કરે છે તે જોવા મળ્‍યું છે. આ રસપ્રદ ટ્રેલર મિત્રતા, પ્રેમ, સાથિયો તરફથી દબાણ અને સ્‍પર્ધાના વિવિધ પાસાઓની ઝલક આપે છે કારણ કે તેઓ એન્‍ટ્રેન્‍સ પરીક્ષામાં સારો સ્‍કોર કરવાનો પ્રયાસ કરે છે. જે તેમની કારકિર્દીને એક નવું પરિમાણ આપશે. તે એ પણ દર્શાવે છે કે કેવી રીતે કોચિંગ સંસ્‍થાઓ વચ્‍ચેની હરીફાઈ વિદ્યાર્થીઓના જીવનમાં ગભરાટ પેદા કરે છે.
ક્રેશ કોર્સ મનીષ હરિપ્રસાદ દ્વારા રચિત, વિજય મૌર્ય દ્વારા નિર્દેશિત અને ઓવલેટ ફિલ્‍મ્‍સ દ્વારા નિર્મિત છે. આ સિરીઝમાં ૧૦-એપિસોડ છે. જેમાં અનુભવી અને તાજી પ્રતિભાઓનું મિશ્રણ છે. અભિનેતા મોહિત સોલંકી, હૃદય હારૂન, અનુષ્‍કા કૌશિક, ભાવેશ બાલચંદાણી, આર્યન સિંહ, હેતલ ગડા, અને અન્‍વેષા વિજ ત્‍ત્‍વ્‍ ઉમેદવારોની ભૂમિકા ભજવે છે, જ્‍યારે રિદ્ધિ કુમાર મેડિકલ કોચિંગ વિદ્યાર્થીની ભૂમિકા ભજવે છે. આ શોમાં ભાનુ ઉદય, ઉદિત અરોરા, પ્રણય પચૌરી અને બિદિતા બેગ સાથે અનુભવી અભિનેતા અન્‍નુ કપૂર પણ મુખ્‍ય ભુમિકામાં છે. સિરીઝ પાંચમી ઓગષ્‍ટે રિલીઝ થશે.

 

(10:44 am IST)