Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

દીપિકાનો જોરદાર લૂક સામે આવ્‍યોઃ પઠાન આવશે આવતા વર્ષે જાન્‍યુઆરીમાં

મુંબઇ તા. ૨૭: અભિનેત્રી દીપિકા પાદુકોણ છેલ્લે તેના પતિ રણવીર સિંહ સાથે ફિલ્‍મ ૮૩માં જોવા મળી હતી. તેમજ અનન્‍યા પાંડે સાથેની ફિલ્‍મ ગહેરાઇયાંમાં પણ અલગ જ ભુમિકામાં દેખાઇ હતી. તેની આગામી ફિલ્‍મ ‘પઠાન'નો જોરદાર લૂક જાહેર થયો છે. આ ફિલ્‍મમાં તેની સાથે શાહરૂખ ખાન અને જોન એબ્રાહમ પણ મુખ્‍ય ભુમિકામાં છે. દીપિકાએ પોતાની કારકિર્દીનો આરંભ શાહરૂખ ખાન સાથે ફિલ્‍મ ઓમ શાંતિ ઓમથી કર્યો હતો. એ ફિલ્‍મ સુપરડુપર હિટ નિવડી હતી.  ત્‍યાર બાદ તેણે શાહરૂખ સાથે ચેન્‍નઇ એક્‍સપ્રેસ અને હેપ્‍પી ન્‍યુ યરમાં પણ કામ કર્યુ હતું. પઠાન આવતા વર્ષની પચ્‍ચીસમી જાન્‍યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્‍મ હિન્‍દી ઉપરાંત તમિલ, તેલુગુમાં પણ રિલીઝ થશે. આદિત્‍ય ચોપડા નિર્મીત આ ફિલ્‍મનું નિર્દેશન  સિદ્ધાર્થ આનંદે કર્યુ છે.  યશરાજ ફિલ્‍મ્‍સ પ્રસ્‍તુત આ ફિલ્‍મને કારણે શાહરૂખ અને દીપિકાના ચાહકો ખુબ આતુર છે.  દીપિકાએ આ ફિલ્‍મનો પોતાનો લૂક રજૂ કર્યો છે તેમાં તેના ચહેરા પર ગંભીર હાવભાવ છે અને હાથમાં બંદૂક પકડી છે. સિધ્‍ધાર્થએ કહ્યું હતું કે દીપિકા દિગ્‍ગજ સ્‍ટાર છે. તેની હાજરીથી આ ફિલ્‍મ ભવ્‍ય બની જશે. દીપિકાનો રોલ નીડરતાથી ભરેલો છે.

 

(10:42 am IST)