Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

હોલીવુડનો અનુભવ બોલીવુડમાં કામ નથી લાગતો: નિમ્રત કૌર

મુંબઈ:નિમ્રત કૌરનું કહેવું છે કે હૉલીવુડના તેના એક્સ્પીરિયન્સને બૉલીવુડમાં કોઈ મહત્વ આપવામાં નહોતું આવ્યું.

હૉલીવુડમાં કામ કર્યું હોય તો જે-તે ઍક્ટરને ખૂબ મહત્વ આપવામાં આવે છે, પરંતુ નિમ્રત કૌરનું કહેવું છે કે હૉલીવુડના તેના એક્સ્પીરિયન્સને બૉલીવુડમાં કોઈ મહત્વ આપવામાં નહોતું આવ્યું. નિમ્રતે અમેરિકન શોહોમલૅન્ડઅનેવેવર્ડ પાઇન્સમાં કામ કર્યું હતું. ‘ લંચબૉક્સઅનેઍરલિફ્ટમાં કામ કર્યા બાદ નિમ્રત હવે વેબ-સિરીઝ ટેસ્ટ કેસમાં કામ કરી રહી છે. વિશે વધુ જણાવતાં નિમ્રતે કહ્યું હતું કેમેં હૉલીવુડમાં કામ કર્યું છે, પરંતુ એને અહીં એક્સ્પીરિયન્સ તરીકે ગણવામાં નથી આવતું. એથી મારી પાસે ફક્ત બે ફિલ્મોનો અનુભવ છે. ઇન્ડિયામાં તમે કેટલી ફિલ્મોમાં કામ કર્યું રીતે તમને ઓળખવામાં આવે છે. મેં હૉલીવુડમાં જે કામ કર્યું એને ફક્ત ચોક્કસ વર્ગ દ્વારા ધ્યાન આપવામાં આવ્યું છે. એવા લોકો છે જેઓ હૉલીવુડમાં કામ કરનારા ઇન્ડિયન ઍક્ટર્સના શો અને ફિલ્મો જુએ છે.’

(11:27 am IST)