Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

બહેનની ફિલ્મ 'સડક'ની સિક્વલમાં કામ કરશે આલિયા ભટ્ટ: ફ્રી થતા જ ગોઠવાશે શુટિંગ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ ફ્રી થતા જ તેની મોટી બહેન પૂજા ભટ્ટ અભિનીત ફિલ્મ સડક ની સિક્વલમાં કામ કરવાની છે. સડક ફિલ્મમાં પૂજા ભટ્ટ સાથે સંજય દત્ત હીરોની ભૂમિકામાં હતા. જયારે બીજી તરફ સંજય દત્તનું કહેવું છે કે સડક ફિલ્મની સિક્વલ બનશે તો તે ફિલ્મમાં જરૂર કામ કરશે.2018માં આ ફિલ્મની સિક્વલ બનવાની હોવાની વાત ચર્ચાઈ રહી છે. આ વર્ષે જ આ ફિલ્મની સિક્વલ બનવાની હતી પણ આલિયા અન્ય ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવાના લીધે આ વર્ષે આ ફિલ્મ બની ના શકી અને 2018માં આ ફિલ્મ બનાવામાં આવશે. સડકની સિક્વલનું નિર્દેશન પૂજા ભટ્ટ કરશે તેવી ચર્ચા છે.

(5:36 pm IST)