Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

અભિનેત્રી ભૂમિ પેડનેકર અભિનીત ‘દુર્ગામતી’ ફિલ્મનું ટ્રેલર લોન્ચઃ ભૂમિ અપરાધીના રોલમાં અલગ અંદાજમાં જાવા મળશે

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરની નવી ફિલ્મ 'દુર્ગામતી' નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. ટ્રેલર ભૂમિ પેડનેકર સાથે અરશદ વારસી પણ જોવા મળી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ ડરામણું છું. ભૂમિ પેડનેકરનું બિલકુલ અલગ રૂપ જોવા મળી રહ્યું છે. ભૂમિ ફિલ્મમાં ચંચલ ચૌહાણ નામની છોકરીનું પાત્ર ભજવી રહી છે

ફિલ્મમાં ભૂમિ પેડનેકર એક અપરાધીનો રોલ ભજવી રહી છે, જેને પોલીસ પૂછપરછ કરવા માટે દુર્ગામતી હવેલી લઇને જાય છે. ફિલ્મમાં મંદિરમાંથી મૂર્તિ ચોરી થવાની કહાની બતાવવામાં આવી છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે 6 મહિનામાં 12 મૂર્તિઓ ચોરી થાય છે, જેના પોલીસ તપાસ કરી રહી છે. મુદ્દે પોલીસ ભૂમિ સાથે પૂછપરછ કરી રહી છે. દરમિયાન તે અચાનક સામાન્ય મહિલાના પાત્રથી અલગ જોવા મળે છે. તે રાણી દુર્ગામતીના રૂપમાં ખૂબ એગ્રેસિવ જોવા મળે છે

ટ્રેલરમાં તમે જોઇ શકો છો કે માહિ ગિલ એક પોલીસ અધિકારી છે. તે કેસની તપાસ કરી રહી છે. ફિલ્મના ટ્રેલરને ભૂમિ પેડનેકરએ પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેર કરી

ભૂમિ પેડનેકરની આકરી મહેનત

દુર્ગામતી (Durgamati)ટ્રેલરને શેર કરતાં ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) લખ્યું 'હું તેને તમારી સાથે શેર કરવા માટે લાંબા સમયથી રાહ જોઇ રહી હતી. પરસેવાની મહેનત છે. મારા માટે સૌથી ચેલેંજિંગ પાત્રોમાંથી એક છે. ધન્યવાદ અક્ષય કુમાર, ભૂષણ કુમાર, ડાયરેક્ટર અશોક, વિક્રમ મારામાં વિશ્વાસ દાખવવા બદલ. તમને બધાને પ્રેમ અને પ્રેમ અને આભાર. સાથે તેમણે પોતાની ફિલ્મના કો-સ્ટાર અરશદ વારસી, માહી ગિલ, કરન કાપડીયા અને જિસુ યૂ સેનગુપ્તાનો આભાર વ્યક્ત કર્યો. ફિલ્મને લઇને ભૂમિ પેડનેકર (Bhumi Pednekar)એક્સાઇટેડ છે

સાઉથની ફિલ્મની રીમેક છે 'દુર્ગામતી'

ભૂમિ પેડનેકર (Bhumi Pednekar)ની ફિલ્મનું મોશન પોસ્ટ મંગળવારે રિલીઝ થયું હતું તો બીજી તરફ ફિલ્મનું સ્ટિલ પોસ્ટર સોમવારે રિલીઝ થયું હતું. ફિલ્મ તમિલ-તેલૂગૂની માફક હોરર-થ્રિલર 'ભાગમતી'ની રીમેક છે, જેમાં એક્ટ્રેસ અનુષ્કા શેટીએ મુખ્ય રોલ ભજવ્યો હતો

(5:29 pm IST)
  • સુરેન્દ્રનગર: ગેબનશાપીર સર્કલ પાસેથી 21 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. access_time 1:14 am IST

  • બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનમાં કૌભાંડ મામલે ખેડા શહેરમાં ACBના ઉચ્ચ અધિકારીઓના દરોડા : ICICI બેંક અને HDFC બેંકમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું access_time 12:02 am IST

  • ૨૦૨૧માં હરિદ્વારમાં ઉતરાખંડ સરકાર દ્વારા આયોજીત મહાકુંભની તૈયારીઓનો રીપોર્ટ આપો : નૈનીતાલ હાઈકોર્ટ access_time 4:00 pm IST