Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ફિલ્મ 'બોબ બિસ્વાસ' માટે અભિષેકે બદલ્યો પોતાનો લૂક

અભિષેક બચ્ચન 'બોબ બિસ્વાસ'નું શુટિંગ કરી રહ્યો છે : સોશ્યિલ મીડિયા પર તેના ફર્સ્ટ લૂકની તસવીરો વાયરલ થઇ રહી છે

મુંબઇ,તા. ૨૬: વર્ષ ૨૦૧૨માં  રિલીઝ થયેલી વિદ્યા બાલનની ફિલ્મ 'કહાની' 'બોબ બિસ્વાસ' નામનું એક કેરેકટર હતું. જેણે આ ફિલ્મ જોઈ તે આ કેરેકટરના પ્રેમમાં પડી ગયા. 'નમોસ્કાર, એક મિનિટ' કહીને જીવ લઈ લેનારા સીરિયલ કિલર 'બોબ બિસ્વાસ'ની સ્ટોરી હવે મોટા પડદા પર જોવા મળવાની છે. કોલકાતામાં ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયું છે અને અભિષેક બચ્ચન તેમાં લીડ રોલ પ્લે કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર શૂટિંગ સેટ પરથી કેટલીક તસવીરો વાયરલ થઈ છે, જેમાં 'બોબ બિસ્વાસ' બનેલા અભિષેક બચ્ચનનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે, જે એકદમ ચોંકાવનારો છે. તસવીરોને પહેલી નજરમાં જોઈને કોઈ ન કહી શકે કે, આ અભિષેક બચ્ચન છે.

કોલકાતામાં થ્રિલર ફિલ્મ 'બોબ બિસ્વાસ'નું શૂટિંગ ૯ ડિસેમ્બર સુધી યથાવત્ રહેશે. તેમાં થ્રિલ તો હશે જ સાથે એકશનનો તડકો પણ જોવા મળશે. અભિષેક બચ્ચનની સાથે ચિત્રાંગદા સિંહ પણ આ ફિલ્મના શૂટિંગ માટે કોલકાતા પહોંચી ગઈ છે.

'બોબબિસ્વાસ'નું ડિરેકશન દીયા અન્નપૂર્ણા ઘોષ કરી રહી છે, જયારે ફિલ્મના પ્રોડ્યૂસર ગૌરી ખાન, સુજોય દ્યોષ તેમજ ગૌરવ વર્મ છે. શાહરુખ ખાનના રેડ ચિલીઝના બેનર હેઠળ બની રહેલી ફિલ્મની જાહેરાત ૨૫ નવેમ્બર, ૨૦૧૯માં કરવામાં આવી હતી. ત્યારે સૌ કોઈને લાગી રહ્યું હતું કે, 'બોબ બિસ્વાસ'નો રોલ સાસ્વત ચેટર્જીથી વધારે સારો કોઈ પ્લે કરી શકે નહીં, પરંતુ જે રીતે અભિષેકે ફિલ્મ માટે પોતાનો લૂક બદલ્યો છે ત્યારથી ફેન્સની ઉત્સુકતા અને જિજ્ઞાસા વધી ગઈ છે.

'કહાની' ફિલ્મનું ડિરેકશન સુજોય ઘોષે કર્યું હતું. આ વખતે તેઓ પ્રોડકશન સંભાળી રહ્યા છે. જયારે દીયા અન્નપૂર્ણા દ્યોષ ડિરેકટર તરીકે આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મમાં વિદ્યા બાલનનો કેમિલો રોલ હશે તેવું પણ કહેવાઈ રહ્યું છે.

'બોબ બિસ્વાસ'માં અભિષેક બચ્ચન અને ચિત્રાંગદા સિંહ સિવાય અમર ઉપાધ્યાય, દીપરાજ રાણા, ગોપાલ કે. સિંહ, ટીના દેસાઈ, પૂરબ કોહલી, દેવ ગિલ અને દીપ્તિપ્રિયા રોય પણ મહત્વની ભૂમિકામાં છે. અભિષેક બચ્ચનની વાત કરીએ તો, હાલમાં જ તેની ફિલ્મ 'લુડો' ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે, જે દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. આ ફિલ્મ ૧૨મી  નવેમ્બરે રિલીઝ થઈ ગઈ, જેમાં તેણે 'બિટ્ટુ' રોલ પ્લે કર્યો હતો.

(3:22 pm IST)
  • દેશમાં કોરોના કેસનો આંકડો 93 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42 054 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93, 08,751 થયો :એક્ટીવ કેસ 4, 54,323 થયા: વધુ 38,580 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,16,556 રિકવર થયા :વધુ 473 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,35, 734 થયો access_time 12:14 am IST

  • કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબ મુફ્તીને ઝટકો : પીડીપી પાર્ટીના ત્રણ નેતાઓએ રાજીનામુ આપ્યું : ધમન ભસીન ,ફલૈલ સિંહ ,તથા પ્રીતમ કોટવાલે પાર્ટી સાથે છેડો ફાડ્યો access_time 1:36 pm IST

  • તેલંગણામાં યોજાનારી મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા અસદુદીન ઓવેસીની વડાપ્રધાન શ્રી મોદીને ચેલેન્જ : જો તમે બીજેપીને જનતાનું સમર્થન છે તેવું માનતા હો તો મારા સંસદીય મત વિસ્તારમાં આવીને તમારી પાર્ટીનો પ્રચાર કરો : હૈદરાબાદમાં પ્રચાર કરવાથી તમારી પાર્ટી કેટલી સીટ જીતે છે અને મારી પાર્ટીને કેટલી સીટ મળે છે તે જોઈ લેજો : બીજેપીના પ્રચારકો જુઠાણું ફેલાવવા સિવાય બીજું કશું જ કરતા નથી : AIMIM પાર્ટી લીડર તથા હૈદરાબાદના સાંસદ અસદુદીનનો હુંકાર access_time 7:52 pm IST