Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

રિયલિટી શોમાં સિંગર જજે સગીર કન્ટેસ્ટન્ટને બળજબરીથી કિસ કરી

ચુંબન કરતો વિડિયો વાઇરલ, પોકસો હેઠળ કેસ નોંધાયો

મુંબઇ તા.ર૪ : અનેક લોકપ્રિય ગીતો ગાનારા આસામના સિંગર પાપોન પર સગીર વયની કન્યાને બળજબરીથી ચૂંબન કરવા બદલ પોકસો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, નવી દિલ્હીમાં 'વોઇઝ ઓફ ઇન્ડિયા કિડ્સ' નામના શોમાં જજ તરીકે સામેલ થયેલા પાપોનનો કિસિંગ વિડિયો સોશ્યલ  મીડિયામાં વાઇરલ થયો છે.પાપોનનો આ વિડિયો  પ્રકાશમાં આવતાં ઘટના વિવાદાસ્પદ બનતાં સુપ્રીમ કોર્ટનાં એક વકીલ રુના ભુયાને રાષ્ટ્રીય બાળઅધિકાર રક્ષણ પંચ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે 'સગીર વયની કન્યા સાથે આવું વર્તન ચોંકાવનારૂં છે. વિડિયો જોયા બાદ હું રિયલિટી શોમાં બાળકોની સલામતી બાબતે ચિંતિત છું. રિયલિટી શો 'વોઇઝ ઓફ ઇન્ડિયા કિડ્સ' માં સગીર વયની અનેક છોકરીઓ કન્ટેસ્ટન્ટ હોવા છતાં વેનમાં કોઇ મહિલા ક્રૂ-મેમ્બર નહોતી'રિયલિટી શો 'વોઇઝ ઓફ ઇન્ડિયા કિડ્સ' ના હોળીના તહેવાર નિમિતે સ્પેશ્યલ એપિસોડ શૂટ કરવામાં આવ્યો હતો. શૂટિંગ પછી પાપોન કન્ટેસ્ટન્ટ બાળકો સાથે મોજમસ્તીના મૂડમાં હતો, પાપોનનો એ વિડિયો ફેસબુકના પેજ પર લાઇવ કરવામાં આવ્યો હતો. એ વિડિયોમાં હોળીની ઉજવણીમાં બાળકો સાથે પાપોન નાચતો-ગાતો જોવા મળે છે. એ વિડિયોમાં છેલ્લે પાપોન એક બાળકીને કિસ કરે છે અને તરત તેની ટીમને ફેસબુક લાઇવ બંધ કરવાની સુચના આપતો જોવા મળે છે. એ વિડિયો મંગળવારે અપલોડ કરવામાં આવ્યા પછી અત્યાર સુધીમાં એને ૬૮ હજાર ન્યુઝ મળ્યા છે. (૨૨.૩)

(2:16 pm IST)