Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

મહાન ગાયકઃ પદ્મભૂષણ તલત મહમૂદ

તલત મહમૂદનો જન્મ ર૪ ફેબ્રુઆરી ૧૯ર૪એલખનૌમાં એક શિક્ષિત,સુસંસ્કૃત પરિવારમાં થયોહતો જ્યારે તે કલકત્તા આવ્યાતો તેમના આદર્શ હતા સ્વરસમ્રાટ કુંદનલાલ સહગલ. ન્યુ થિયેટરથી જોડાયેલ સંગીતની સુપ્રસિદ્ધ હસ્તીઓરાયચંદ્ર બોરાલ, તીમિરબરન, પંકજ મલિક તથાકમલદાસ ગુપ્તાએ તલતનીસુપ્ત પ્રતિભાને ઓળખી પરંતુતેમને સૌથી વધારે પ્રોત્સાહન મળ્યું સંગીતકાર અનિલબિસ્વાસથી જેની આંખોતલત મહમૂદના નિધન પર શ્રદ્ધાંજલિ અર્પિત કરતા આંસુથી ભરાઈ ગઈ હતી.

કલકત્તામાં રહેતાતલતએ કેટલાક બિનફિલ્મીગીત રેકોર્ડ કરાવ્યા. જેને તરત લોકપ્રિયતા મળી ગઈ.એમાંથી કેટલાક હતા 'સોયેહુએ હૈ ચાંદ ઔર તારે', 'આજ કી રાત અંધિયારી','સબ દિન એક સમાન નહીં','તસવીર તેરી મેરા દિલ બહલાન શકેગી', 'જાને કો હે બહાર'વગેરે...

તલત મહમૂદની પ્રતિભાઅને ગાયકીને ઓળખીને તેનેઉપર સુધી લઈ જવાનો શ્રેય સંગીત નિર્દેશક અનિલ બિસ્વાસને જ જાય છે.

૧૯૪૯માં જ્યારે તલત ફિલ્મનગરી મુંબઈમાં આવ્યા તો ખેમચંદ્ર પ્રકાશનીનજર તેમના ઉપર ગઈ અનેતેમણે તલતથી રાજકપૂર-નરગીસ અભિનિત ફિલ્મ'જાન-પહચાન'માં પ્રસિદ્ધગાયિક ગીતા દત્ત સાથે એકયુગલ ગીત ગવડાવ્યું.

અરમાન ભરે દિલકી લગનતેરે લિએ હૈ. આ ગીતલોકપ્રિયતાની સર્વોચ્ચ સીડીપર પહોંચ્યું.

૧૯૪૯માં જ દિલીપકુમાર અને કામિનીકૌશલ અભિનિત'આરઝુ'માં અનિલ બિસ્વાસેતલતથી વિયોગજન્ય

હતાશભર્યું એક અન્ય ગીતગવડાવ્યું. 'યે દિલ મુજે એસી જગહ વે ચલ જહાં કોઈ નાહો.'

તલત મહમૂદનીસ્મૃતિઓને પનર્જીવિત કરતાંઅનિલ બિસ્વાસે કહ્યું હતું કે તે સમયે તેમની અવાજમાં તેને નિયંત્રિત કરતાં તલતનો સ્વર અસહજ થઈ ઉઠ્યો. મેંતેમને પોતાની અવાજસ્વાભાવિક રાખવા માટે કહ્યુંઅને તે મારો નિર્દેશ સમજીગયા. આરજુની સફળતાથી તલતમાં અપૂર્વ આત્મવિશ્વાસપેદા થયો અને પછી તે સફળતાની સીડીઓ ચઢવા લાગ્યા. અનિલ બિસ્વાસનાનિર્દેશનમાં તલતએ અનેક પ્રસિદ્ધ અને લોકપ્રિય ગીતગાયા 'શુક્રિયા એ પ્યાર તેરાશુક્રિયા', એક મેં હું એક મેરીબેક્સી કી શામ હૈ', 'તેરાખ્યાલ દિલ સે મિટાયા નહીંઅભી', 'રાહી મતવાલે તુ છેડ એક બાર.'ર૦મી સદીના પાંચમાદશક તલત મહમૂદના ફિલ્મીગીતોનો સુવર્ણયુગ હતો.

અનિલ બિસ્વાસના જે નિર્દેશકોએ એમની રેશમજેવી મહીન કોમલ અવાજનેરૂપેરી પડદા પર પ્રસ્તુત કરી તે હતા સી.રામચંદ્ર, નૌશાદ,મદનમોહન, સચિનદેવબર્મન, શંકર જયકિશન,હુસ્નલાલ ભગતરામ ગુલામમોહમ્મદ રોશન અને બુલોસી રાની. અભિનેતા બનવાની લલક તેમનામાં પ્રબફ્ર હતી અને તે ગાયન અનેઅભિનય બને ક્ષેત્રમાં સફળ થવા માંગતા હતા પરંતુ તેમની નિષ્ફળતાનું કારણપણ આ જ બન્યું.ફિલ્મ 'દિલે નાદાન'માંતેમને હીરોની ભૂમિકા મળી. હિરોઈનની ભૂમિકાઓમાંઅભિનેત્રી શ્યામા અને એકનવી છોકરી પીસ કંવલ હતી. સંગીત નિર્દેશક ગુલામમોહમ્મદે તલતને ઘણા મધુરગીત ગવડાવ્યા. જિંદગી દેને વાલે સુન, ઓ ખુશી સે ચોટ ખાએ વો જિગર કહાં'' સેલાઉં, તથાયે રાત સુહાનીદિલે નાદાન'નું સંગીત ઉત્કૃષ્ટ હતું પરંતુ તે બોક્સઓફિસ પર માર ખાઈ ગયું.તેમણે અન્ય ફિલ્મોમાં પણકામ કર્યું.'' સોને કીચિડિયા, એક ગાંવકી કહાની, માલિક અનેવારિસ''માં આ બધી ફિલ્મોનિષ્ફળ રહી પરંતુ એના ગીતલોકપ્રિય થયા. તલત મહમૂદની અભિનયમાં વધારે રૂચિલેવાને કારણે સંગીતનિર્દેશકોએ તેમની ઉપેક્ષા કરી. ફિલ્મ મદહોશમાં તલતે ગાયેલું'મેરી યાદ મેં તુમ ના આંસુબહાના' અન. આના જેવાતેમના કેટલાય અન્ય સફળ ગીતોનું નિર્દેશન મદનમોહને કર્યું. અભિનયમાં માલાસિંહા અનેનૂતન જેવી અભિનેત્રીઓસાથે કામ કર્યું હતું.ઉલ્લેખનીય છે કે તલતને સૌથી વધુ સફળતા ગઝલના ક્ષેત્રમાં મળી અનેઆ ફનમાં તેમનો કોઈસ્પર્ધક નહોતો. ૧૯૯રમાં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાંઆવ્યા. ૯ મે ૧૯૯૮એ૭૪ વરસની ઉંમરમાંમુંબઈમાં તલત મહમૂદનુંનિધન થયું.

જન્મ : ર૪ ફેબ્રુઆરી ૧૯ર૪જન્મ સ્થળ : લખનૌપિતા : મન્સૂર મહમૂદ, મૃત્યુ : ૯ મે ૧૯૯૮, કાર્યક્ષેત્ર : ગાયક, અભિનેતારાષ્ટ્રીયતા : ભારતીય, વિશેષ : ૧૯૯રમાં પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિતકરવામાં આવ્યા.

(11:54 am IST)