Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

રશિયન મોડેલ અને અભિનેત્રી એલેક્ઝાન્ડ્રા જાવિનો મૃતદેહ

મુંબઈ: અભિનેત્રી અને રશિયન મોડલ એલેક્ઝાન્ડ્રા જાવીનું નિધન થયું છે. અભિનેત્રીનો મૃતદેહ ગોવામાં તેના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાવી તેના બોયફ્રેન્ડ સાથે ગોવામાં રહેતી હતી. જવી રાઘવ લોરેન્સની ફિલ્મ 'કંચના 3'માં જોવા મળી છે. મળતી માહિતી મુજબ, જાવીનો મૃતદેહ રસોડામાં લટકતો જોવા મળ્યો હતો અને તેણે લાલ સાડી પહેરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને મૃતદેહ પાસે કોઈ સુસાઈડ નોટ મળી નથી, જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ બહાર આવ્યો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાવી માનસિક રીતે પરેશાન હતી, જેના કારણે તેનું તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું હતું.

(5:00 pm IST)